મીરારોડ- સામાન્ય રીતે  ધારાસભ્ય પોતાનો જન્મદિવસ સમર્થકો સાથે તેમજ  મતવિસ્તારના લોકો સાથે મોટાપાયે ઉજવતા હોય છે.  ત્યારે મુંબઈ નજીક આવેલા મીરારોડ- ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને  લોક સેવા સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે.

ભાયંદર મતવિસ્તારના ધારાસભ્ય ગીતા જૈને પોતાના જન્મદિવસ પર મ્યુનિસિપલ હેડક્વાર્ટરના શૌચાલયની સફાઈ કરી હતી. વાત એમ છે કે મીરારોડ અને ભાયંદર વિસ્તારમાં 50થી વધુ સાર્વજનિક શૌચાલયો છે.  પરંતુ લોકોની એવી સતત ફરિયાદ રહેતી હોય છે કે આ શૌચાલયોમાં વધુ સફાઈની આવશ્યકતા છે.  લોકોની આ માંગણીને ધારાસભ્ય દ્વારા અનેક વખત પ્રશાસન સુધી પહોંચાડવામાં આવી છે.  જોકે, લોકોનો પ્રશ્ન પૂરી રીતે હલ થયો નથી. આ પરિસ્થિતિમાં ધારાસભ્ય ગીતા જૈને પોતાના જન્મદિવસને નિમિત્ત બનાવીને  જાતે શૌચાલય સાફ કરવાનું કામ કર્યું.

આ પ્રસંગે હાજર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ‘સ્વચ્છ સૌચાલય એ નાગરિકોનો અધિકાર છે.  અનેક વખત પ્રશાસન તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ લોકોની ફરિયાદ છે કે શૌચાલય કાયમ ગંદા હોય છે. શૌચાલય ની સ્વચ્છતાએ લોકોનો અધિકાર છે. ખાસ કરીને સાર્વજનિક સ્થાનો પર મહિલાઓને અનેક વખત તકલીફનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતીમાં મારા જન્મ દિવસને નિમિત્ત બનાવીને મેં જાતે શૌચૈલયની સફાઈ કરી છે’.

ઉલ્લેખનીય છે કે મીરારોડ અને ભાયંદરમાં શૌચાલય સંબંધેની લોકોની સમસ્યા હલ કરવા આવનાર દિવસોમાં અનેક શૌચાલય બનવાના છે. ત્યારે મહિલા ધારાસભ્ય દ્વારા શૌચાલયની સફાઈ એ દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યું છે.

By cradmin

http://vikas24news.com

You missed