સુરતની કોર્ટે મોદી સરનેમના નિવેદન બદલ રાહુલને 2 વર્ષની સજા ફટકારી છે. જો કે, ત્યાર બાદા જામીન પણ મળ્યા હતા. ત્યારે રાહુલ ગાંધીએ આ મામલે પ્રથમ ટ્વીટ થકી મહાત્મા ગાંધીનું નિવેદન ટાંકતા ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે સત્ય અને અહિંસાની વાત કહી હતી.
માનહાનિ કેસમાં કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી આજે સવારે સુરત પહોંચ્યા હતા. તે 11 વાગે સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો. આ પછી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. આ કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે તેને આઈપીસીની કલમ 504 હેઠળ માનહાનિનો દોષી ઠેરવ્યો હતો. રાહુલ ગાંધી વિરુદ્ધ આ માનહાનિનો કેસ બે કલમ 499 અને 504માં હતો. IPCની કલમ 504 દોષિત સાબિત થવા પર બે વર્ષની જેલની જોગવાઈ છે. 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં કહ્યું હતું કે ‘બધા ચોરની અટક મોદી કેવી છે? રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
ટ્વીટમાં કહી હતી આ વાત
મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.
– મહાત્મા ગાંધી
કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તમે શું કહેવા માગો છો, ત્યારે તેમણે કહ્યું હતું કે, હું હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલું છું. હું જાણીજોઈને કોઈની વિરુદ્ધ બોલ્યો નથી. આનાથી કોઈને નુકસાન થયું નથી, તેમ તેમણે કહ્યું હતું.