કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધી સુરત પહોંચી ચૂક્યા છે તેઓ ટૂંક સમયમાં સુરત કોર્ટમાં હાજર થશે. એરપોર્ટથી લઈને કોર્ટ સુધી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે તેમની સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. એરપોર્ટથી સીધા કોર્ટમાં માનહાનીના કેસમાં તેઓ હાજરી આપશે. રાહુલ ગાંધીએ 2019માં મોદી અટક પર ટીપ્પણી કરી હતી. જેને ધ્યાનમાં રાખી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે સંદર્ભમાં કોર્ટમાં આજે તેઓ હાજરી આપશે.
13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ સભામાં ટીપ્પણી કરી હતી.જેમા તેમણે મોદી અટકવાળા લોકો પર ટીપ્પ્ણી કરી હતી. ત્યારે પૂર્ણેશ મોદીએ આ મામલે બદનક્ષીનો કેસ કર્યો હતો.
રાહુલ ગાંધીના ભાષણ બાદ બદનક્ષીની ફરીયાદ મામલે રાહુલ ગાંધીના નિવેદનની સીડી પેનડ્રાઈવ થકી આપવામાં આવી તેને પુરાવો ગણવા માટે નિવેદન પણ અગાઉ કર્યું હતું. ત્યારે આજે ગુુરુવાર 23 માર્ચે આ કેસમાં રાહુલ ગાંધી એરપોર્ટથી કોર્ટમાં ટૂંક સમયમાં પહોંચશે.
છેલ્લી સુનાવણીમાં, રાહુલ ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી હતી કે મોદી સરનેમ પર રાહુલ ગાંધીની ટિપ્પણી પર ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરવી જોઈએ. ત્યારે આ સંદર્ભે વધુ સુનાવણી માનહાની કેસ મામલે થશે. જેથી આજે ચૂકાદો આવી શકે છે.