આ વર્ષે ત્રણ રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ છે અને બીજા રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ પછી આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. એ પહેલા દરેક રાજકીય પક્ષે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં ભાજપે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે જેટલી પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેને લોકસભાની ચૂંટણીની સેમી ફાઇનલ માનવામાં આવી રહી છે, જેથી દરેક પાર્ટીઓ પોતાની રીતે જોરદાર તૈયારીઓ કરી રહી છે.
ભાજપના અધ્યક્ષ OBC મોરચાના સાંસદો સાથે કરશે ડિનર મિટિંગ
મળતી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 28 માર્ચની સાંજે દિલ્હીમાં વેસ્ટર્ન કોર્ટ એનેક્સી ખાતે પાર્ટીના તમામ OBC મોરચાના સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કરશે. પક્ષના ટોચના સૂત્રના જણાવ્યા અનુસાર, નડ્ડા 28 માર્ચે દિલ્હીમાં OBC મોરચાના તમામ સાંસદો માટે રાત્રિભોજનનું આયોજન કરશે.
પાર્ટીનું મુખ્ય ફોકસ 2024ની લોકસભા ચૂંટણી
આ સાંસદો સાથે ડિનર મીટિંગ હશે. આ સાંસદોને પોતપોતાના ક્ષેત્રમાં ખાસ કરીને ઓબીસી મોરચા માટે કામ કરવાની ટિપ્સ આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, “પાર્ટીનું મુખ્ય ફોકસ 2024ની લોકસભા ચૂંટણી છે. અમને પહેલાથી જ સમુદાય માટે આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવા અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને નીતિઓને OBC લાભાર્થીઓ સુધી લઈ જવા માટે કહેવામાં આવ્યું છે.”
ઓબીસી સમુદાય માટે કેન્દ્રની ઘણી યોજનાઓ
સૂત્રએ એમ પણ જણાવ્યું કે “જો આપણે કર્ણાટક વિશે વાત કરીએ તો, અમે ગતિમાં છીએ અને OBC સમુદાય વચ્ચે ઘણા કાર્યક્રમો અને મેળાવડાઓનું આયોજન કરી રહ્યા છીએ.” ભાજપ ઓબીસી મોરચા પહેલાથી જ વિવિધ ચાલુ કાર્યક્રમો દ્વારા સમુદાયને જોડવામાં વ્યસ્ત છે. ઓબીસી સમુદાય માટે કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ છે, જેનો ફાયદો પાર્ટીને 2024ની લોકસભા ચૂંટણીમાં દેખાઈ રહ્યો છે.