વીડિયો લિંક ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક
https://we.tl/t-4wwIm4F68X
– – – – – – – – – – – – – – – – – – – – – – –
મુખ્યમંત્રીએ ભરૂચ દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સના સુચારૂ અમલીકરણ માટે દિશાનિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિ. GSRDCની બોર્ડ મિટિંગ યોજાઈ હતી જે સંપન્ન થઈ હતી. ત્યાર બાદ GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા માટે ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા મુખ્યમંત્રીએ સૂચન આપ્યું છે. ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સના સુચારૂ અમલીકરણ માટે દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDCને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDCની ૯૮મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં આ દિશાનિર્દેશો આપ્યા હતા.
માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ પ્રેરક સૂચન કર્યુ હતું. આ ૯૮મી બોર્ડ બેઠકમાં GSRDCના ડિરેકટરઓ પણ સહભાગી થયા હતા.
ગાંધીનગરમાં મહત્વની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વના આદેશ કરવામાં આવ્યા હતા. નવા પ્રોજેક્ટને આગળ ધપાવવાને લઈને કેટલાક મહત્વના સૂચનો પણ સીએમ તરફથી અપાયા હતા. આ ઉપરાંત કેટલીક બાબતો પર વિશેષ છણાવટ કરાઈ હતી. આ પહેલા અન્ય કેટલીક બેઠકો પણ મળી હતી ત્યારે આજે ફરી આ બેઠક મળી હતી.