સંગીત તેમજ તેના તાલ પર ઝૂમવું કોને ના ગમે! વળી આજુબાજુના નકારાત્મક શબ્દો ને વાતો ને અનસૂની કરવામાં જો હેડફોન્સ કે ઈયરફોન્સ નો સહારો લઈને મનગમતું ગીત સાંભળવામાં આવે તો સમજી લો કે ચમત્કાર થઈ ગયો. તમારા મન, મગજ ને સ્વાસ્થ્ય ઉપર હકારાત્મક અસર થી લઈને હાઇપરટેન્શન ને સ્ટોકના દર્દીઓ તેમજ મન થી હારેલા ઉપરાંત અનેક એવા રોગો પર મલમનું કામ કરે છે મ્યુઝિક, કોઈ વાદ્ય થી નીકળતા સૂરો જો કાનમાં રેલાય તો અસંખ્ય સૂક્ષ્મ એવા બેક્ટેરિયાઓનો નાશ થાય જેમાં શંખના સૂરને મોખરે ગણી શકાય ને મોરલીની મધુરતા ને પણ સાંભળી શકાય. ‘મેડિટેશનનું બીજું નામ એટલે સંગીત.’ ઝડપથી વાગતું સંગીત, તબલા કે મૃદંગનો નાદ શરીરમાં ઉત્સાહ અને સ્ફુર્તિ જન્માવે છે. જેમ કે…રાગ દરબારી, કેદાર, મિયામલ્હાર, કલ્યાણ, કાનડા વગેરે શાંત રસ નિષ્પન્ન કરે છે. વાયુ અને પિત્તની વિકૃતિથી થતાં રોગોમાં આ રાગો આધારિત સંગીત ફાયદો કરે. આવા જુદા જુદા રાગ આધારિત મ્યુઝિક સંવેદનશીલ મનને હળવાશ નો અનુભવ કરાવે છે. તો હવે ચિંતા થી રહો મુક્ત ને પોતાને જે સંગીતથી તાજગી અનુભવાય એવું સંગીત ચોક્કસ પ્રદાન કરો ભલે પછી તમને જે રાગ ગમે આ રાગ માં ખોવાય વૈરાગી નો અનુભવ ચોક્કસ થશે.

You missed