ભાવનગરમા ચાલતી વૈદીક પાઠશાલા જેમાંની એક પાઠશાલા શ્રી રક્ષેશ્વર મહાદેવ વૈદીક પાઠશાલા જ્યાં બ્રાહ્મણો ના ઋષિ કુમારો ને નિઃશુલ્ક ભણાવા માં આવે છે. જેમા વૈદીક મંત્રો પુરાણોક્ત શ્લોકો રુદ્રાષ્ટાધ્યાયી રુદ્રીપાઠ દુર્ગાસપ્તશતી ચંડીપાઠ તેમજ સનાતન ધર્મ ને જાગૃતિ લાવવા માટે સનાતની બાળકો ને શ્રીમદ ભાગવત ગીતા જી નું જ્ઞાન પણ આ વૈદીક પાઠશાલા માં આપવામાં આવે છે. આ પાઠશાલા માંથી અનેક યુવા મિત્રો તેમજ વૃદ્ધો પણ પાઠશાલા માંથી અભ્યાસ કરી વિદેશો સુધી પોતાના ના ધર્મ ને જાગૃત રાખવા માટે પૂજા કરાવા તેમજ આધ્યાત્મિક જ્ઞાન લોકો સુધી પહોચાડવા પરી ભ્રમણ કરી રહ્યાં છે. જે પાઠશાલા માં છેલ્લા ઘણા વર્ષો થી બ્રાહ્મણો ના બાળકો ને વેદ મંત્રોનું જ્ઞાન આપી રહ્યાં છે. તેવા ગુરુજી શ્રી રસિક ભાઈ એમ જોષી.(બાપુજી). જેઓ હાલ ઉંમર ૮૭ વર્ષ કરતા પણ વધારે છે તેવા તપો મૂર્તિ વેદ મૂર્તિ બ્રહ્મ નિષ્ઠ ગુરુજી ના શ્રી ચરણો મા કોટી કોટી પ્રણામ. આ વૈદિક શાળામાં વૈદિક પરંપરા પ્રમાણે અમુક મંત્રો અને ખાસ રીતે સંસ્કૃત ભાષા શીખવામાં આવે છે જેનાથી સંસ્કૃત ભાષા જીવિત રહે તે પ્રકારે શિક્ષક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે .