અંજલિના મોતના મામલામાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલિની બહેન અને માસીએ મીડિયા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે લગભગ 6 મહિના પહેલા પણ અંજલિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સ્કૂટીને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. અકસ્માતમાં અંજલિનો જીવ તો બચી ગયો હતો, પરંતુ ગંભીર ઈજાઓ થઈ હતી. તેનું માથું ફાટી ગયું હતું અને તે બેહોશ થઈ ગઈ હતી. તે લગભગ 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહી. પરંતુ આ વખતે અંજલિને મારી નાખવામાં આવી. અંજલિના મૃત્યુ પર પરિવારના આ દાવાઓ તપાસનો વિષય છે.

કાંઝાવાલા કેસમાં રોજ થઈ રહ્યા છે નવા ખુલાસાઓ 

સુલતાનપુરી શંકાસ્પદ અકસ્માત કેસમાં રોજ નવા દાવાઓ અને ફૂટેજમાંથી નવા વળાંકો આવી રહ્યા છે. આમ છતાં એક સત્ય છુપાવવા માટે દરરોજ એક જુઠ્ઠાણું સામે આવી રહ્યું છે. નિર્દયતાના છઠ્ઠા દિવસે પોલીસ સમક્ષ હવે નવી માહિતી આવી છે કે તે કારમાં 4 લોકો હતા જ્યારે FIR મુજબ તે રાત્રે કારમાં પાંચ લોકો બેઠા હતા. આ પહેલા ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે આ ઘટનામાં 5 નહીં પરંતુ 7 આરોપી છે.

દીપક નહીં પણ અમિત ચલાવી રહ્યો હતો કાર 

આરોપીએ કહ્યું હતું કે કાર દીપક ચલાવી રહ્યો હતો, જ્યારે તપાસમાં બહાર આવ્યું હતું કે કાર અમિત ચલાવી રહ્યો હતો. આરોપીઓએ કહ્યું કે કારમાં કોઈ ફસાઈ ગયું હોવાની તેમને ખબર ન હતી કારણ કે કારમાં મ્યુઝિક જોરથી વાગી રહ્યું હતું અને કાચ બંધ હતા. તપાસમાં જાણવા મળ્યું કે મ્યુઝિક વાગતું ન હતું. આરોપીઓએ કહ્યું છે કે અકસ્માત બાદ તેઓ ડરી ગયા હતા, તેથી તેઓ ભાગીને ઘરે આવી ગયા હતા. પરંતુ ઘટના બની ત્યારથી તે ઘટનાને છુપાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા હતા અને કારમાં બેસીને તેનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આરોપી આશુતોષ અને અંકુશ બધું જ જાણતા હતા. પરંતુ તેઓએ શરૂઆતમાં કહ્યું કે અમને કંઈ ખબર નથી.

દિલ્હી પોલીસે ગણાવ્યો હતો અકસ્માત 

1 જાન્યુઆરીની સવારે આ ઘટના જાહેર થયાના કલાકો પછી, દિલ્હી પોલીસે એક સત્તાવાર નિવેદનમાં તેને અકસ્માત ગણાવ્યો અને કારમાં સવાર પાંચ લોકોની ધરપકડની માહિતી આપી. હવે પોલીસ કહે છે કે પાંચ નહીં પણ સાત આરોપી છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ કે કોઈ સાક્ષી નથી. પરંતુ મંગળવારે અંજલિની મિત્ર નિધિ આગળ આવી, જેણે દાવો કર્યો કે તે અકસ્માત સમયે સ્કૂટી પર હતી અને ડરના કારણે અત્યાર સુધી ચૂપ રહી હતી.

You missed