પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસમાં આફ્રીકા, યુએસથી આવેલા 46 યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં 46 યુવકોને દિક્ષા આપવામાં આવી હતી. મહંતસ્વામી અને અન્ય સંતો દ્વારા દીક્ષા આપવામાં આવી હતી. પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે આજે દીક્ષા દિવસ નિમિત્તે દેશ વિદેશથી આવેલા યુવાનોને દીક્ષા આપવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનોના પરિવારજનો સહિત હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનારા યુવાનો અમેરિકા, આફ્રિકા અને ભારત સહીતના દેશોના છે જેઓ ઉચ્ચ ડીગ્રી પણ ધરાવે છે.

અમદાવાદમાં ચાલી રહેલ શતાબ્દી મહોત્સવ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ ખાસ દિવસની  ઉજવણી પણ કરવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજ નગરના નારાયણ ઓડિટોરિયમ ખાતે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીએપીએસના મહંત સ્વામી અને વરિષ્ઠ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોના દીક્ષા પ્રસંગે હજારો ભક્તો તેમના પરિવાર અને સ્નેહીજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહંતસ્વામી દ્વારા આજના આ શુભ પ્રસંગે 46 યુવાનોને દીક્ષા આપવામાં આવી હતી.

You missed