ભાવનગરમા સતત બીજા દિવસે બર્ફીલા પવનોથી નગરજનો થથર્યા ૨૨ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો : ભેજનુ પ્રમાણ ૫૫ ટકા રહ્યુ ભાવનગરમા સતત બીજા દિવસે સુસવાટા મારતા બર્ફીલા પવનો ફૂંકાતા લોકો થથર્યા હતા.૨૨ કી.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો હતો. ભેજનુ પ્રમાણ વધને પપ ટકા રહ્યુ હતુ. લઘુતમ તાપમાનનો પારો ૧.૨ ડિગ્રી ગગડીને ૧૪.૬ ડિગ્રીએ પહોંચ્યો હતો. કાતીલ પવનોના કારણે દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરી રાખવાની ફરજ પડી હતી. ઉત્તરાયણ પર્વ નજીક આવતા પવનની ગતિમા એકાએક વધારો જોવા મળી રહ્યો છે. આજે સતત બીજા દિવસે ૨૨ કિ.મી. પ્રતીકલાકની ઝડપે પવનો ફૂંકાતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થયો હતો. છેલ્લા બે દિવસથી શરીરને હૂંફ આપવા માટ તાપણાઓ શરૂ થઈ ગયા છે. કામવગર બહાર નિકળવાનુ લોકો ટાળી રહ્યા છે. ગરમ પીણાઓનો ઉપાડ વધ્યો છે. હવામાન વિભાગ મુજબ આજે લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી અને ભેજ પપ ટકા રહ્યો હતો. . ગરમ પીણાઓનો ઉપાડ વધ્યો છે. હવામાન વિભાગ મુજબ આજે લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી અને ભેજ પપ ટકા રહ્યો હતો.