ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે. ગૃહમંત્રી અમિત શાહ 14 અને 15 જાન્યુઆરીએ ગુજરાત આવશે એવી માહિતી મળી છે. અહીં તેઓ પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ઊડાવશે અને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે 14 અને 15 જાન્યુઆરી ગુજરાત આવવાના છે. પરિવાર અને કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવીને ઉત્તરાયણ તહેવારની તેઓ ઉજવણી કરશે. આ દરમિયાન અમિત શાહ પરિવાર સાથે જગન્નાથજી મંદિરમાં ભગવાનના દર્શન કરવા જશે. ઉપરાંત, 15 જાન્યુઆરીના રોજ કચ્છ બોર્ડરની મુલાકાત પણ લઈ શકે છે.

નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવતા હોય છે. આ પહેલા પણ તેમને ઘણી વખત ગુજરાતના અમદાવાદમાં આવી પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. ત્યારે આ વર્ષે પણ તેઓ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ગુજરાત આવવાના છે.

You missed