અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી અમરેલી જીલ્લાને કેન્દ્ર સરકાર તરફથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) અંતર્ગત કુલ ૯પ નો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. ગત વર્ષે અમરેલી જીલ્લામાં ફકત ૯૭ નો જ લક્ષ્યાંક આવેલ હતો. જેના લીધે જીલ્લાના ઘણા જરૂરીયાત મંદ – મકાન વિહોણા લોકો આવાસના લાભથી વંચિત રહી જવા પામેલ હતા. જે અન્વયે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ લોકસભા ગૃહમાં પ્રશ્ન ઉઠાવતા સરકારશ્રી તરફથી વર્ષ –ર૦ર૩ અંતર્ગત જીલ્લામાં એસ.સી./એસ.ટી. કેટેગરીમાં પ૯ર અને અન્ય કેટેગરીમાં ૩૭૩ કુલ ૯પનો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે.

આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, આ લક્ષ્યાંકને આપણે તાલુકા વાઈઝ જોઈએ તો સરકારશ્રી તરફથી અમરેલી તાલુકામાં ૩૮પ, બાબરા તાલુકામાં ૪પ, બગસરા તાલુકામાં પ૧, ધારી તાલુકામાં ૮૭, જાફરાબાદ તાલુકામાં ૧પ, ખાંભા તાલુકામાં ૩૩, કુંકાવાવ/વડીયા તાલુકામાં ૪પ, લાઠી તાલુકામાં ૧ર૩, લીલીયા તાલુકામાં ૭૬, રાજુલા તાલુકામાં ૭૯ અને સાવરકુંડલા તાલુકામાં ર૬ નો લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ અંતર્ગત એક લાભાર્થીને આવાસ પેટે રૂા. ૧,ર૦,૦૦૦/–, મનરેગા યોજના માંથી ૯૦ દિવસની મજુરી પેટે રૂા. ર૧,પ૧૦/–, બાથરૂમ સહાય પેટે રૂા.પ,૦૦૦/– એમ કુલ એક લાભાર્થીને આવાસ નિર્માલ માટે સરકારશ્રી તરફથી રૂા. ૧,૪૬,પ૧૦/– જેવી રકમ સહાય પેટે ફાળવવામાં આવે છે. જેથી કેન્દ્ર સરકાર તરફથી પી.એમ.એ.વાય. અંતર્ગત અમરેલી જીલ્લામાં ૯૬પ ના લક્ષ્યાંક માટે રૂા. ૧૪.૦૦ કરોડથી પણ વધુની નાણાકીય જોગવાઈ કરવામાં આવેલ છે. તેમજ જે લાભાર્થીને હજુ સુધી શૌચાલયની સહાય મેળવેલ ન હોય તેઓને માટે આ આવાસ ઉપરાંત રૂા. ૧ર,૦૦૦/– ની શૌચાલય સહાય પણ તેમને મળી રહેશે તેમ સાંસદશ્રીએ જણાવેલ છે.

You missed