અમરેલી શહેરમાં યુવકના માથામાં છરીના ઘા મારતાં લોહીલુહાણ થયો
અમરેલીમાં એક યુવકને રસ્તામાં કેમ રીક્ષા ઉભી રાખી છે તેમ કહી ગાળો બોલી માથામાં છરી મારી લોહીલુહાણ કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે કિશોરભાઈ બાલુભાઈ સાથળિયા (ઉ.વ.૩૨)એ કમલેશભાઈ ધીરૂભાઈ સાથળિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, કિશોરભાઈની રીક્ષા રસ્તામાં હતી. આરોપી તેમનું છોટા હાથીને લઈને આવ્યા હતા અને રસ્તામાં કેમ રીક્ષા રાખી છે
તેમ કહી ગાળો બોલી છરી માથામાં મારતાં પાંચ ટાંકા આવ્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે. ઈશ્વરીયા ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના વેસ્તા બાયસિંહ મોહનીયા (ઉ.વ.૨૫)એ વડિયાના બાંભણીયા ગામે રહેતા ભુપતભાઈ ભવાનભાઈ સરસૈયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ કપાસની સાંઠી ભરીને આવતા હતા ત્યારે આરોપીએ ટ્રેક્ટર ઉભું રખાવી જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વડે ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.ડી.કલસરિયા વધુ તપાસ કરી
રહ્યા છે.