ગોહિલવાડમાં ટાઢોબોળ પવનોએ ફરી એકવાર શિતલહેર પ્રસરાવી કાતિલ પવનોને પગલે જનજીવન પ્રભાવિત થયું ઠંડીનો ઉતાર- ગોહિલવાડમાં શિયાળો ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વોત્તર દિશાઓ માથી સતત ફૂંકાઈ રહેલ બર્ફીલા પવનોની તિવ્રતામા વધઘટ થતી હોવા છતાં એકંદરે શિતલહેર અકબંધ રહી છે લોકો આ પવનોને “ઝેરી” પવનો ગણતા હોય આથી આ કાતિલ ઠંડી થી બચવા હાથવગા ઉપાયો અજમાવી રહ્યાં છે. આ વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં ઠંડી ની સિઝને મોડી દસ્તક દિધી છે પરંતુ હવે જયાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે લોકો સહિત પશુ- પંખીઓ પણ કાતિલ ઠંડીથી ઠરઠરી ઉઠ્યાં છે ભાવનગર દરિયા કાંઠો ધરાવતો જિલ્લો છે આથી સ્વાભાવિક પણે દરીયા કિનારે ઠંડી ની તિવ્રતા વધુ રહેતી હોય છે ત્યારે છેલ્લા બે સપ્તાહથી કાતિલ ઠંડીએ પરચો બતાવ્યો છે જોકે વચ્ચે વચ્ચે મહત્તમ તાપમાન માં વધારો થતાં ઠંડી થી આંશિક રાહત ચોક્કસ મળે છે પરંતુ ગત શનિવારથી પવનની ઝડપ વધતા ઠંડી એ સમગ્ર ગોહિલવાડને પોતાની આગોશમા સમાવી લીધું છે આજે પણ સતત ૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં ભારે ઠંડી જોવા મળી હતી આ ટાઢ ના તિવ્ર પ્રકોપને પગલે રોગચાળો વાઈરલ બન્યો છે નાના બાળકો માં તાવ શરદી ઉધરસ ના કેસ માં વધારો થઈ રહ્યો છે એજ રીતે વૃદ્ધો ની હાલત પણ કફોડી જોવા મળી રહી છે ખાસ કરીને દમ અસ્થમા ના રોગ થી પિડાતા વયોવૃદ્ધો માટે વહેલી સવાર અને મોડી રાત નો સમય કષ્ટદાયક સાબિત થઈ રહ્યો છે ઠંડી ના કારણે લોકો ની રોજબરોજની દિનચર્યા પણ શિથિલ બની છે વહેલી સવારે વ્યવસાય ધરાવતા લોકો ઠંડી વચ્ચે ઠુંઠવાઈ રહ્યાં છે સવારે શાળા ઓમાં જતાં બાળકો માટે વહેલી સવાર નો સમય આકરો સાબિત થઈ રહ્યો છે મોડી રાત્રે કામ સબબ બહાર નિકળતા અને વ્યવસાય ધરાવતા લોકો પણ મોકો મળ્યે ચા ની ચૂસ્કી સાથે તાપણાના સહારે ઠંડી થી રાહત મેળવવા ના પ્રયતો કરતાં નઝરે ચડે છે તો બીજી તરફ રખડતાં પશુઓ પણ ખૂણે ખાંચરે આશરો લઈ ઠંડી થી રાહત મેળવવા પ્રયત્નો કરે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૧૫ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી નો દૌર યથાવત રહેશે લોકો એ સાવચેતી રાખવી જરૂરી છે.

You missed