મહેસાણા જિલ્લામાં એક જ વ્યક્તિના બે ડ્રાઇવિંગ લાઇસન્સ ઈશ્યું કરવાની ઘટના હાલમાં સામે આવી છે ઉલ્લેખનીય છે કે મહેસાણા આરટીઓ ખાતે લાયસન્સ રીન્યુ કરવા માટે જોરગણના બે ભાઈઓ ગયા હતા ત્યારબાદ જોરગણ ગામના બે ભાઈઓને અલગ અલગ કુરિયર મળ્યા હતા પરંતુ બંને લાયસન્સ એક જ ભાઈના નીકળ્યા હતા હાલમાં જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે લાયસન્સ બનાવતી સિલ્વર ટચ એજન્સીની ભૂલથી અરજદારો ધક્કે ચડ્યા હતા જ્યારે અરજદારો આરટીઓ કચેરી પહોંચ્યા હતા ત્યારે લાઇસન્સ બનાવતી સિલ્વર ટચ એજન્સી ના કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ વસ્ત્રાલ જાઓ ઉલ્લેખનીય છે કે જોરગણના હસન અલી ઝાફર અલી અને સૈયદ હુસેન અલી ઝાફર અલી નામના બે સગા ભાઈઓ દ્વારા તેમના લાયસન્સ રિન્યુ કરવા માટે મહેસાણા આરટીઓ ખાતે એપ્લિકેશન કરી હતી જેમાં કુરિયરમાં હુસેન અલી સૈયદના જ ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળ્યા હતા ત્યારબાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી આ બાબતે આરટીઓ કચેરી નાં કર્મચારી  દ્વારા યોગ્ય જવાબ ના મળતા અરજદારો હાલે ધક્કે ચડ્યા છે

You missed