કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સ્થાનિક પોલીસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા 26 વર્ષના મોમૈયા માણસુર ભાચકન દ્વારા ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો અને તેની અટકાયત કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સ્થાનિક પોલીસ દ્વારા દારૂ-જુગાર અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે ભોગાત ગામમાં રહેતો મોમૈયા માણસુર ભાચકન નામનો 26 વર્ષનો યુવક દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. આથી પોલીસે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને  દેશી દારૂનો 300 લીટર આથો, પ્લાસ્ટિકના ડ્રમ, ગેસનો ચૂલો, સિલિન્ડર વગેરે મળી કુલ રૂપિયા 3450 ના મુદ્દામાલ સાથે મોમૈયા માણસુર ભાચકનની અટકાયત કરી હતી. આ અંગે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂની હેરાફેરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે રાજ્યભરમાં પોલીસ દ્વારા દારૂની હેરાફેરા કરતા બુટલેગરોની ધરપકડ કરવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

You missed