સુરત પોલીસ ચાઈનીઝ દોરી મામલે હરકતમાં આવી છે અને સુરત પોલીસે 120 ચાઈનીઝ દોરી સાથે બે લોકોની ધરપકડ કરી છે. પ્રતિબંધિત દોરી વેચવા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એક પછી એક ત્રણ લોકોના મોત ચાઈનીઝ દોરીના કારણે થતા હાઈકોર્ટે ફટકાર લવાગી હતી. ત્યારે સરકાર પણ હરકતમાં આવી છે. ગૃહવિભાગ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરતમાં પણ એક યુવકનો જીવ પણ પતંગની દોરીના કારણે ગયો છે ત્યારે લોકોના ગળા કાપતી આ દોરી ના ખરીદવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. કેમ કે, આ દોરી પ્રતિબંધીત છે તેના કારણે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા સુરતના કામરેજ ચાર રસ્તા પાસે દોરીના કારણે યુવકનું ગળું કપાયું, ત્યારે કેટલાક લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે.

બે વિસ્તારોમાંથી ઝડપી ગેરકાયેદસર દોરી

સુરત પોલીસે કાર્યવાહી કડક કરી છે. ખાસ કરીને વેચાણ કરના શખ્સ કે જેઓ ચાલાકીથી ઓનલાઈન વેચી રહ્યા છે. ત્યારે લોકો પણ તેમની જવાબદારી ભૂલીને આ દોરી ખરીદી રહ્યા છે. પતંગ કાપવાની મજા બીજા માટે સજા બની રહી છે. 120 નંગર ચાઈનીઝ દોરી સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહીધરપુરા પોલીસે 100 ફીરકી પકડી પાડી હતી અને ઉધના પોલીસે 20 ફીરકી ચાઈનીઝ દોરીની પકડી પાડી હતી.

વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા કડક સૂચના 
ખાસ કરીને તુક્કલ અને ચાઈનીઝ દોરીના વેચાણા સામે આ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણા પર કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલું રાખવામાં આવશે. આ સાથે જે પતંગ રસીયાઓ ચાઈનીઝ દોરી ખરીદી રહ્યા છે તેમને સુરત પોલીસે એ પણ અપીલ કરી છે આ દોરી ના ખરીદવી જોઈએ. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પતંગની દુકાનો અને દોરાની દુકાનોનું ચેકિંગ કર્યું હતું. પોલીસે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આ ચેકીંગ વધુ તેજ કર્યું છે. વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.જોકે ઉત્તરાયણ સુધી શહેરમાં તમામ સ્થળોએ પોલીસની ટીમો ચેકિંગ માટે તહેનાત રહેશે.

You missed