ભારતીય માનક બ્યુરો (BIS) અને જાગ્રુત ગ્રાહક મંડળ પાટણના સયુક્ત ઉપક્રમે હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના એસ.કે. સ્કુલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ (કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ) ખાતે Quality Connect Program વિષય ઉપર ટ્રેનીંગ શિબિર યોજાયો હતો. આ શિબિર માં ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદ ના ડેપ્યુટી ડીરેક્ટર શ્રી અજય ચંડેલ, સ્ટાડર પ્રમોશન અધિકારી સંદીપ ચાવડા અને જાગૃત ગ્રાહક મંડળ પાટણ ના પ્રતિનિધિ રોનક્ભાઈ ન ઉપસ્થિતિમાં આ શિબિર-સેમીનાર કરવા માં આવ્યો હતો.
આ શિબિર માં,અજય ચંડેલ દ્વારા ભારતીય માનક બ્યુરો (BIS) વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે ગ્રાહક જે પણ વસ્તુ ખરીદે છે. જેમકે ઇલેક્ટ્રિક વસ્તુ, સોના ના આભુષણ, ખેતી માટે બિયારણ, ખાદ્ય સમગ્રી, ફર્નીચર વિગેરે વિગેરે, તે તમામ વસ્તુ ઉપર અલગ અલગ માર્કા હોય છે. જે માર્કા સરકાર ના વિવિધ એજન્સી દ્વારા વસ્તુ ઉત્પાદક ના ત્યાં ચકાસણી કરી ને ગુણવત્તા આધારે આપવા માં આવે છે. તે માર્કા વાળી જ ઉત્પાદક વસ્તુ ખરીદવી જોઈએ તેમ જણાવ્યું હતું.
સંદીપ ચાવડા દ્વારા ભારતીય માનક બ્યુરો દ્વારા બનાવવા માં આવેલી મોબાઈલ એપ્લીકેશન વિષે વિસ્તૃત માં જાણકારી આપી હતી. ગ્રાહક આ એપ્લીકેશન ના માંધ્યમ થી વસ્તુ ઉત્પાદક ના માર્કાની ચકાસણી કરી શકે છે, ફરીયાદ પણ કરી શકે છે, વધુ માં BIS વિષે જાગૃતિ ના કેમ્પિયન માટે કોલેજ ના વિદ્યાથીઓ ને વોલેટરી જોડાવવા માટે જણાવ્યું હતું. અને આવનાર સમય માં આ તમામ ભાગ લેનાર તમમ વોલેન્ટરી વિદ્યાથીઓ તેમના વિસ્તાર માં લોકોના ના ઘરે-ઘરે જઈને BIS વિષે જાગૃતતા ફેલાવવા નું દેશ હિત માટે કાર્ય કરશે.
રોનક્ભાઈ મોદી દ્વારા જણાવ્યુ હતું કે ગ્રાહકે સોનાના આભુષણ ખરીદતી વખતે BIS હોલમાર્ક, સોના આભુષણ ઉપર ગુણવત્તા આધારિત કેરેટ નંબર (23 કેરેટ માટે 958, 22 કેરેટ માટે 916, 21 કેરેટ માટે 875, 18 કેરેટ માટે 750), અને 6 અંક નો યુનિક નબર (આભુષણ મેકર જવેલર્સ માર્ક) અવશ્ય ચકાશણી કરવી, અને તે પ્રમાણે જ કિંમત ચુકવણી કરવી. અમુક જવેલર્સ વાળા વધુ નફો મેળવવા માટે ગ્રાહક ને ઓછી ગુણવત્તા (ઓછા કેરેટ) વસ્તુ આપી ગ્રાહક પાસે થી 24 કેરેટ ના ભાવ પ્રમાણે જ આભુષણ ની કીમત ગ્રાહક પાસે થી વસુલ કરતા હોય છે.
ગ્રાહકે સોના ના આભુષણણી ખરીદી વખતે હોલમાર્ક અને બીલ અવશ્ય લેવું જોઈએ. જેથી જો ગ્રાહક સાથે છેતરપીંડી થાય તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે. જે ફરિયાદ માટે જાગૃત ગ્રાહક મંડળ પાટણ આપને તમામ માર્ગદર્શન પૂરું પાડશે. આ કાર્યક્રમ માં એમબીએ અને એમકોમ ના વિદ્યાથીઓ એ ભાગ લીધો હતો. ભવિષ્ય માં પાટણ ખાતે ભારતીય માનક બ્યુરો દ્વારા BIS ગ્રાહક જાગૃતિ માટે જાગૃત ગ્રાહક મંડળ પાટણ સાથે મળીને વધુ શિબિર સેમીનાર અને જાગૃતિ ના કાર્યક્રમો કરવા માં આવશે.