બાળકોને મોબાઇલ ની દુનિયા માંથી બહાર કાઢી રીયલ પ્લેગ્રાઉન્ડ પર પાછા લાવવા, રમતો અને સ્પર્ધા થકી બાળકો માં હરિફાઇ અને ખેલદિલી ના ગુણો નું સિંચન કરવા યુવા ગ્રુપ દ્વારા સતત ત્રીજી વાર યુવા ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યુ છે* *આ યુવા ફેસ્ટિવલ માં મોડાસાની ૧૬ શાળાઓ ના ૨૦૭૮ બાળકોએ ભાગ લીધો છે* રસ્સાખેચ, રીલે દૌડ, લેગ ક્રિકેટ,ખોખો,કબડ્ડી,સ્લો સાઇકલ,લીંબુ ચમચી, કોથળા દૌડ, સંગીત ખુરશી,ચેસ, પીઅપ એન્ડ સ્પીચ, પેઇન્ટીગ, મહેંદી,ડચ ગેમ અને ઇલ્યુઝન જેવી ૧૬ ગેમો માં બાળકો એ ભાગ લીધો છે આજના આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ના ઝોન ઇન્ચાર્જ હિમાંશુ પટેલ ના હસ્તે ફ્લેગ હોસ્ટીગ કરી યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો, અતિથી વિશેષ તરીકે મોડાસા નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર, રીટાયર્ડ આચાર્ય જનાબ મોહંમદ હુશેન ગેણા, પ્રસિધ્ધ ફિઝીશીયન ડો. જમીલ ખાનજી સાહેબ, જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી મઝહર સુથાર સાહેબ, લોકપ્રિય કોર્પોરેટર જનાબ ગુલામહુશેન ખાલક અને લાલાભાઇ જેથરા, અગ્રણી બિલ્ડર અ.રહેમાન દાદુ, મખદૂમ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ ના ચેરમેન સલીમ ભાઇ દાદુ તેમજ સમગ્ર યુવા ગ્રુપ ના સભ્યો એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો આ ફેસ્ટિવલ ૨ દિવસ ચાલશે અને ૩૦૦ થી બાળકો ને ઇનામો આપવામાં આવશે સમગ્ર આયોજન મખદૂમ હાઇસ્કૂલ ના પરિસર માં કરવામાં આવેલ છે અને આ ભગિરથ પ્રયાસ અને આ આયોજન ની સમગ્ર મોડાસા નો લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે