અમદાવાદ પ્રિકોશન ડોઝ માટે અર્બન હેલ્થ સેન્ટરો પર AMC દ્વારા નવા વેક્સિનના ડોઝ આવતા વ્યવસ્થા શરૂ થઈ છે. અગાઉ રસીના ડોઝ ખૂટ્યા હતા હવે નવા ડોઝ ધીમે ધીમે આવી રહ્યા છે.

હાલમાં ચીન, સિંગાપોર, થાઈલેન્ડ, જાપાન, કોરિયા, હોંગકોંગ વિગેરે દેશોમાં કોવિડ-૧૯ ના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહેલ છે.
જે અંતર્ગત ગુજરાત સરકાર તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તકેદારીના ભાગરૂપે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. વિવિધ દેશોમાં નોંધાઈ રહેલ કેસોને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના નાગરિકો કોવિડ વેક્સિનેશન પ્રીકોશન ડોઝ લેવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મુલાકાત લઈ રહ્યા છે. જે બાબતે જણાવવાનું કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવીશીલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી. આ બાબતે રાજય સરકાર પાસે કોવીશીલ્ડ વેક્સિન સ્ટોકની માંગણી કરવામાં આવેલ છે. જે જથ્થો ઉપલબ્ધ થયેથી જાહેર જનતાને જાણ કરવામાં આવશે.
વધુમાં જણાવવાનું કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે, અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કોવેક્સિન વેક્સિનનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે. આથી જે લાભાર્થીએ કોવેક્સિન વેક્સિનનો પ્રથમ તથા બીજો ડોઝ લીધેલ હોઈ અને જેઓનો પ્રીકોશન ડોઝ લેવાનો બાકી હોઈ તેવા લાભાર્થી નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ તેનો પ્રીકોશન ડોઝ મેળવી શકે છે.

You missed