ગત 24 ડિસેમ્બરના વંથલી તાલુકાના સોનારડી ગામે સાત વર્ષની મન્નત નામની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો દીપડાના શિકારથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે વન વિભાગે દીપડાઓને પકડવા માટે પાંચ પાંજરાઓ રાખ્યા છે જેમાં પ્રથમ દિવસે એક માદા દીપડી પકડાઈ ગઈ હતી ત્યારબાદ બીજે દિવસે પણ એક નર દીપડો પકડાયો હતો અને ગતરાત્રિના બે થી ત્રણ વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ છે તેને સક્કરબાગ ખાતે મોકલી આપવામાં આવી છે આ સમગ્ર મુદ્દે વંથલીના આરએફઓ સુત્રેજાએ જણાવ્યું હતું કે હજુ પણ પાંજરાઓ યથાવત રાખવામાં આવ્યા છે જ્યાં સુધી દીપડાઓ નહીં પકડાય ત્યાં સુધી પાંજરાઓ રાખવામાં આવશે પકડાયેલા ત્રણેય દીપડા અને સકકરબાગ રૂમમાં પરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ હજુ પરીક્ષણ અંગેનો રિપોર્ટ આવ્યો નથી જેથી કોઈ ચોક્કસ કહી શકાય કે નહીં ત્રણમાંથી કોઈ દીપડા માનવભક્ષી છે કે હજુ માનવભક્ષી દીપડો પકડ બહાર છે હજુ પણ સોનારડી ઓઝત નદીના કાંઠે તથા બાવળની જાડી જાખરામાં હજુ પણ દીપડાઓ વસવાટ કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે હજુ પણ દીપડાઓને પકડવા માટે વનતંત્ર દ્વારા પાંજરાઓ રાખવાનું કામગીરી યથાવત રાખવામાં આવી છે બીજી તરફ સોનારડી ગામમાં પણ હજુ ભયનો માહોલ યથાવત જ છે

You missed