મ્યુનિસિપલ શાળામાં લાલિયાવાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં લાલિયાવાડી ચાલી રહી છે, ભૂતકાળમાં અવાર નવાર આ મામલે વિવાદ સર્જાયા બાદ આજે વગર મંજુરીએ કરચલિયાપરાની શાળામાં ભોજન સમારોહ યોજાતા સ્ટેન્ડીંગ કમિટીમાં સભ્યએ સવાલ ઉઠાવ્યો હતો, જોકે, આ મામલે ખૂદ શાસનાધિકારી પણ અજાણ હતા. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન ધીરૂભાઈના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પૂર્વ નિર્ધારિત ૪૦ કાર્યોને મંજુર કરાયા હતા, ખાસ કરીને રૂપિયા ૨૪ કરોડના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી, રોડ, સોમવારે શાળાના આચાર્યતો ખુલાસો પુછાશે શાળાના કેમ્પસમાં મંજુરી વગર કોઈ કાર્યક્રમ, સમારોહ કરી શકાતો નથી. આજે ભોજન સમારોહ હોવાની વાત મારા સુધી આવી છે, તપાસ કરાવીને સોમવારે કરચલિયાપરા વોર્ડની શાળાના આચાર્યને નોટિસ આપીને ખુલાસો પુછીશું. – એમ.બી. બાલમલિયા, શાસનાધિકારી, શિક્ષણ સમિતિ બ્લોક, ફાયર સ્ટાફનું કવાર્ટસ, સહિતના કામોને સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌથી ગંભીર બાબત મ્યુ. શાળાના કેમ્પસમાં મંજુરી વગર કાર્યક્રમ અથવા તો ભોજન સમારોહ યોજવા મામલે અગાઉ અવાર નવાર વિવાદ સર્જાય છે, ત્યારે આજે વધુ એક વખત કરચલિયાપરામાં વીર સાવરકર શાળાના ગ્રાઉન્ડમાં મંજુરી વગર જ ભોજન સમારોહ યોજાયો હતો, જે મામલે સભ્યએ સ્ટેન્ડીંગ કમિટીમાં સવાલ મૂક્યો હતો, પરંતુ આ બાબતે શાસનાઅધિકારીને પણ જાણ ન હતી, મતલબ કે મંજુરી વગર જ શાળાના મેદાનમાં ભોજન સમારોહ યોજાયો હતો.