વિશ્વ પ્રસિદ્ધ એવા શ્રી સુદામાપુરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણના બાળસખા સુદામા મંદિરનો ૧૨૩ મો પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો. સુદામા પાટોત્સવ સમિતિના હરિદાસ કૂરજી લાખાણી પરિવાર ના મુકુંદભાઈ હરિદાસ લાખાણી અને હાર્દિકભાઈ મુકુંદભાઈ લાખાણી તેમજ લાખાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા. ૩૦/૧૨/૨૦૨૨ પોષ સુદ આઠમને શુક્રવાર ના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . પાટોત્સવ ના આ કાર્યક્રમ માં શ્રી કૃષ્ણ તથા બાળસખા સુદામાજીના પાઠ, ગીતાપાઠ, વેદમંત્રનો મંગલઘોષ કરવામાં આવેલ, તો સાથે સાથે સુદામાજીના મંદિરે સુદામાજી ને વસ્ત્ર શૃંગાર તથા ધ્વજારોહણ પણ કરવામાં આવેલ. આ તકે વિવિધ સંતો,મહંતો અને અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ પાટોત્સવ સમિતિના હરિદાસ કુરજી લાખાણી પરિવાર દ્વારા સાડા પાંચ દાયકાથી (55 વર્ષ) આ પાટોત્સવ નું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પાટોત્સવ મહંત કમલદાસ રામાવત તથા મહંત નરેન્દ્રદાસ રામાવત ના સાનિધ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવેલ જેમાં શહેર ની ધર્મપ્રેમી જનતા તથા દર્શનાર્થે આવતા પ્રવાસીઓ પણ મોટી સંખ્યા માં જોડાયેલ.

You missed