જુનાગઢના વિસાવદર ના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી ની ચુંટાયા બાદ સો પ્રથમ દિવ્યાંગ ન્યુઝ ના રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ સાથે ખાસ વાતચિત કરી હતી આ દરમિયાન તેઓએ ખેડૂતો પ્રશ્ર્નો ઉપરાંત  સામાજિક કાંતી પણ લાવવાની નેમ વ્યક્ત કરી હતી .

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટ સાથેની એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે વિસાવદર અને ભેંસાણની જનતાના પ્રશ્ર્નો તેમજ ખેડૂતોના  સિંચાઈ ના અને અન્ય પ્રશ્ર્નો ને લઈને  રજુઆત કરી અને સરકારમાંથી ખેડૂતો શ્રમિકો અને લોકો ને કેમ વધુ  ફાયદો થાય તેવા લાભ સરકાર તરફથી મળતાં રહે

 

તે માટે થઈ હું કાયમ જાગૃત રહીને કામ કરતો રહીશ અને સામાજિક ક્ષેત્રે પણ ખુબ જ કાંતી કરવાનો છું  તેમજ વિસાવદર અને ભેંસાણ ના લોકો માટે પીવાના પાણીનો કે સિંચાઈ માટે ના પાણી માટેનો પ્રશ્ર ન રહે તે માટે પણ હર હંમેશ હું જાગૃત રહીશ  તેમ આ  મુલાકાત દરમિયાન તેઓએ  જણાવ્યું હતું

 

ભેંસાણના ખેડૂતોના સિંચાઈ સહીત અન્ય પ્રશ્ર્નો રજૂઆત કરીશ:  ધારાસભ્ય ભાયાણી

થઈ હું કાયમ જાગૃત રહીને કામ કરતો રહીશ: ધારાસભ્ય ભુપતભાયાણી

You missed