હાલમાં ચીનમાં કોરોના વાયરસનો કહેર ભયંકર સ્તરે પહોંચી ગયો છે. આમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી ‘ઝીરો કોવિડ પોલિસી’ના કારણે ઘરોમાં કેદ ચીની નાગરિકો પ્રતિબંધો હટાવવાને કારણે મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી રહ્યા છે. રસ્તાઓ પર આટલી મોટી ભીડને કારણે ત્યાં ધુમ્મસ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાયો હતો. ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં હાઈવે પર 200થી વધુ વાહનો એકબીજાની ઉપર ચઢી ગયા હતા. આ અકસ્માતમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.

એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે અત્યંત ગાઢ ધુમ્મસના કારણે ઝેંગઝોઉમાં ઝેંગિં યલો રિવર બ્રિજ પર બુધવારે સવારે આ અકસ્માત થયો હતો. ઝેંગઝોઉ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે અચાનક નદીના પુલ પર ગાઢ ધુમ્મસ છવાઈ ગયું, જેના કારણે એક પછી એક વાહનો અથડાઈ ગયા. મેટ્રોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે વિસ્તારમાં વિઝિબિલિટી 200 મીટરથી ઓછી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.

ઉપરથી લીધેલી તસવીરોમાં રસ્તો દેખાય છે સ્ક્રેપ યાર્ડ જેવો 

હાઈવેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આમાંથી કેટલીક તસવીરો ડ્રોન કેમેરાથી ક્લિક કરવામાં આવી છે. આમાં, આખો રસ્તો સ્ક્રેપ યાર્ડ જેવો દેખાય છે, જેમાં એક બીજાની ઉપર વાહનોના ઢગલા છે. આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ઘાયલો વાહનોની અંદર ફસાયા 

સરકારી મીડિયા અનુસાર, આ અકસ્માતમાં ઘણા ઘાયલો તેમના વાહનોમાં ફસાઈ ગયા હતા. જેના કારણે ફાયર વિભાગે 11 ટ્રક સહિત 66 જેટલા જવાનોને સ્થળ પર મોકલીને રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. બાદમાં પોલીસે આ વિસ્તારમાં વાહનવ્યવહાર અટકાવી દીધો હતો, જે રસ્તો સાફ થયા બાદ ફરી શરૂ કરાયો હતો.

ચીનમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘણી વધારે

ચીનમાં માર્ગ અકસ્માતો ખૂબ જ સામાન્ય છે. આ માટે, ત્યાં સલામતી નિયંત્રણ નિયમો ખૂબ જ સરળ હોવાને જવાબદાર ગણવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા લોકોને કોરોના ક્વોરેન્ટાઈન સેન્ટર લઈ જતી બસ હાઈવે પરથી નીચે પડી ગઈ હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા.

You missed