આજે પીએમ મોદીના માતાનું નિધન થયું છે.સમગ્ર દેશ શોક માનવી રહ્યો છે. પરંતુ માતા અને દીકરા વચ્ચેની એક વાત સૌ કોઈ યાદ કરી રહ્યા છે. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને પીએમ બન્યા ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી તેમની માતાને મળવા જતા અને તે દ્રશ્યો જોઈને સમગ્ર ગુજરાતીઓ અને દેશવાસીઓ અનોખો અનુભવ કરતા હતા.એક એટેચમેન્ટ દેશવાસીઓનો હીરા બા સાથે હતો.ત્યારે તેમના નિધનને પગલે સમગ્ર દેશવાસીઓ આજે દુઃખ અનુભવી રહ્યા છે.

હીરાબાએ જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે.પીએમ મોદી પણ માતા વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો એટલે તેઓએ પણ તેમની સંઘર્ષની કહાની વર્ણવતા તેમના આંખોમાંથી પણ આંસુ છલકાઈ આવતા હોય છે.

તેવામાં આજે તેમના પર સૌ કોઈ દેશવાસીએ એક વાત ખૂબ જ યાદ કરે છે.નરેન્દ્રભાઈ જયારે પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને માતા પાસે આશીર્વાદ લેવા માટે ગયા હતા અને તે સમયે તેમના માતાએ તેમને એક વાત કહી હતી.આ વાત હતી કે કોઈનો એક રૂપિયો લેતો નહિ

આ વાતથી જ તેમની પ્રામાણિકતા દર્શાવી રહી છે.જેથી સૌ કોઈ આ વાતને યાદ કરીને તેમને ખુબજ યાદ કરી રહ્યા છે.

You missed