સામાન્ય રીતે પ્રિન્ટિંગ પ્રેસ અને મશીન પર કામગીરી કરવી એ મોટે ભાગે વર્ષોથી આ કામગીરી પુરુષો કરતા આવ્યા છે પરંતુ હવે મહિલાઓ પણ પુરુષથી કદમથી કદમ મિલાવી આગળ વધી રહી છે અને એવું કોઈ ક્ષેત્ર નહિ હોય કે જ્યાં મહિલાઓ ના પહોંચી હોય ત્યારે મહેસાણા જિલ્લામાં મહિલાઓ દ્વારા કઈક અલગ કરી બતાવ્યું છે મહેસાણાના વિસનગર માં મહિલા ઓ દ્વારા છેલ્લા 30 વર્ષથી પ્રિન્ટીંગ પ્રેસ ચલાવવામાં આવે છે. મહિલાઓની એક સહકારી મંડળી રજિસ્ટ્રેશન કરી આ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવાઈ રહ્યો છે અને જેમાં દર વર્ષે 4 કરોડનું ટર્નઓવર કરે છે અને આમાં ખાસ વિશેષતા એ છે કે અહીં તમામ કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે મહિ‌લાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે 30 વર્ષ પૂર્વે મહેસાણાના વિસનગરમાં ઉભું કરાયેલું મુદ્રણાલય આજે વટવૃક્ષ બની મહિ‌લાઓને સ્વરોજગાર તરફ પ્રેરી રહ્યું છે. દસ મહિ‌લાઓથી શરૂ કરાયેલા આ મહિ‌લા મુદ્રણાલયમાં આજે 4000 મહિ‌લા સભાસદો છે અને વાર્ષિ‌ક 4 કરોડ જેટલું ટર્નઓવર થઈ રહ્યું છે વિસનગરમાં વર્ષ ૧૯૯૦માં શ્રી વિસનગર મહિ‌લા મુદ્રણાલયની સ્થાપના કરાઇ હતી. આ મુદ્રણાલય 30 વર્ષ બાદ 4000 મહિ‌લા સભાસદ છે. જેનો વહીવટ તેમજ કામગીરી મહિ‌લાઓના હાથમાં છે. આ મુદ્રણાલયમાં મહિ‌લાઓ પોતાના ઘર આંગણે ફાઇલો બનાવવી, છાપકામ, કટીંગ કામ, બુક બાઇન્ડીંગ સહિ‌ત સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ બનાવી સ્વનર્ભિર બની રહી છે આ મુદ્રણાલય આજે રૂ.4 કરોડના ટર્નઓવર આંબી જતાં મહિ‌લાઓના આર્થિ‌ક વિકાસ માટે મહત્વનું બની રહ્યું છે સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રન્ટીંગ પ્રેસમાં પુરુષોની પ્રાધાન્ય જોવા મળે છે પરંતુ વિસનગરની આ મહિલા પ્રેસમાં તમામ મહિલાઓ હાલમાં કામ કરે છે શરૂઆતમાં આ મહિલા પ્રેસમાં 10 મહિલાઓને રોજગારી આપવામાં આવતી હતી પરંતુ હાલમાં 250 જેટલી મહિલાઓને રોજગારી આપવામાં આવે છે કેટલીક મહિલાઓ સેન્ટર પર આવી કામ કરે છે તો કેટલીક મહિલાઓ અહીંથી સામાન ઘરે લઈ જઈને કામ કરે છે અહીં એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે મહિલાઓને પોતાના ઘરનું પણ કામ કરવાનું હોય છે જેથી તમામ મહિલાઓને બપોરે 12 વાગ્યા ઘરનું કામ કર્યા બાદ અહીં આવે છે જેથી ઘર પણ સચવાઈ જાય અને નોકરી પણ તેઓ કરી શકે  આ સંસ્થા દ્વારા સરકારી તેમજ અધ સરકારી ટેન્ડરો ભરે છે અને ત્યાર બાદ આ ટેન્ડર પ્રમાણે તેમને જે કામ મળે છે તે કામ આ મહિલાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે ત્યાર બાદ જે પણ નફો થાય તે તેમના સભાસદો વચ્ચે વહેંચવામાં આવે છે અને સભાસદો પણ ફફત મહિલાઓ જ બની શકે છે

You missed