વંથલીમાં રહેતા અને ખેતમજૂરી કરતા દાઉદભાઈ વાજાના પુત્ર શાહનવાઝ વાજાએ વંથલીની જી.એલ સોલંકી સ્કૂલમાં અભ્યાસની સાથે 2018માં સ્કૂલમાં યોજાતા અલગ અલગ કાર્યક્રમોમાં યોગા કાર્યક્રમમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. નાહવાઝને યોગ પ્રત્યેની રુચિ અને આવડતના લીધે શાળાના પ્રિન્સિપલ વિપુલભાઈ સોલંકીએ તેને ખેલ મહાકુંભમાં ભાગ લેવા જણાવી પ્રોત્સાહન આપ્યું હતું 2018 માં ધોરણ 6 માં અભ્યાસ કરતા શાહનવાઝ વાજાએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ત્યારબાદ જિલ્લા લેવલે પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો જિલ્લામાં અલગ અલગ કેટેગરી યોગાસનમાં બે મેડલ મેળવ્યા જેમાં એક રીધેમિક યોગાસન અને શોલોમાં મેડલ મેળવ્યો ત્યારબાદ શાહનવાઝની સફળતાની સફળ શરૂ થઈ કોલકત્તા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શાહનવાજે યોગ કરી 14 વર્ષ બાદ ગુજરાતને ગોલ્ડમેડલ અપાવ્યો હતો બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન યોગ સ્પર્ધામાં રીધેમિક અને સોલો યોગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા દિલ્હી ખાતે યોજાયેલી ઓલિમ્પિયાડ ટીમ ઇન્વેસ્ટમાં ગોલ્ડ મેળવી ટીમને સન્માન અપાવ્યું હતું ત્યારબાદ હાલ મુંબઈ ખાતે યોજાયેલી નેશનલ યોગાસન ચેમ્પિયનશિપ 2022 માં પ્રથમ ક્રમાંક મેળવી વધુ એક ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ નાનકડા એવા તાલુકાના મથકના બાળકે નેશનલ કક્ષાએ યુગમાં અનેક મેડલ મેળવી ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે