તણાવ ઘટાડવાની અનેક રીત છે, પરંતુ ઘણી વાર તમારી રીતો જ કંટાળાજનક લાગે છે. તો પછી આ સ્થિતિમાં તણાવને ઘટાડવા માટે શું કરવું? નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ફીનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનમાં પ્રોફેસર અને ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ઈંગર ઈ-બર્નેટ- જિગલર રોજના કેટલાક એવા ઉપાયો જણાવી રહી છે, જે તણાવને સરળતાથી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
જ્યારે કોઈ ઘટના કે કારણને લીધે તણાવ થાય તો તેના પર વધુ વિચાર કરવાને બદલે તેના સમાધાનના વિકલ્પો કે તેના પર કામ કરવાની રીતો અંગે ફોકસ કરો. તણાવ ઓછો થવા લાગે છે.
બોડીને સ્કેન કરો, ચા સ્વાદ લઈને પીવો સવારે ધ્યાનની મુદ્રામાં બેસી જાઓ. સમગ્ર શરીરને મગજથી સ્કેન કરીને એ જાણવાનો પ્રયાસ કરો કે શરીરમાં ક્યાં દુઃખાવો કે થાક અનુભવાઈ રહ્યો છે. ત્યાર પછી ચા કે કોફીને સ્વાદ લઈને પીઓ ઘણી રાહત મળશે.
કૃતજ્ઞતા દર્શાવો, લોકોનો આભાર માનો હાર્વર્ડ હેલ્થ અનુસાર લોકો કે વસ્તુઓ પ્રત્યે કૃતજ્ઞતા બતાવવાથી પણ તણાવ વધારતા હોર્મોન ઘટે છે. ખુશીની ભાવના વધે છે. ઊંધ સુધરે છે. અસર માનસિક અને શારીરિક તંદુરસ્તી પર થાય છે.