રાજ્યમાં કોરોના કેસ વધવાની સંભાવનાને પગલે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા એલર્ટ બાદ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના કેસ આવે તો શું વ્યવસ્થા કરાઈ છે તેની ચોકસાઈ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ પદાધિકારી ઓની હાજરીમાં મોકડ્રિલ કરવામાં આવી. જેમાં જિલ્લાના પ્રાથમિક અને સામહિક આરોગ્ય કેન્દ્રો તેમજ હોસ્પિટલો મળીને કુલ-૮૮ સરકારી દવાખાના માં કોરોનાને લઈ કરાયેલ બેડ, ઓક્સિજન પ્લાન્ટ, કોન્સન્ટ્રેટર સહિતની સુવિધાની ચકાસણી કરવામાં આવી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોરોનાને લઈ બેડ, ઓક્સિજન પ્લાન્ટ અને કોન્સન્ટ્રેટરની કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનું ચેકિંગ સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય સહિત પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યુ. જે અંતર્ગત જિલ્લામાં સંસદ સભ્ય શારદાબેન પટેલ વિજાપુર ખાતે, મહેસાણા ધારાસભ્ય મૂકેશભાઈ પટેલ સીવિલ હોસ્પિટલ મહેસાણા ખાતે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ક્ડી ખાતે, આરોગ્ય સમિતી ચેરમેન અવચળભાઇ ચૌધરી પ્રા.આ.કેંદ્ર પાન્છા ખાતે, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી પ્રા.આ.કેંદ્ર ચાણસોલ ખાતે, વર્ષાબેન પટેલ નગરપાલીકા પ્રમુખ વિસનગર સિવીલ હોસ્પિટલ વિસનગર ખાતે, જનરલ હોસ્પિટલ ઉંઝા ખાતે રિંકુબેન પટેલ (નગરપાલિકા પ્રમુખ), સી એચ.સી. સતલાસણા ખાતે ચૌહાણ કુલદીપસિંહ જિલ્લા સદસ્ય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલુસણા ખાતે કિશોરસિંહ ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય સતલાસણા, મહાનુભાવો હાજર રહી કોરોના મહામારી દરમ્યાન રાજ્ય સરકાર તેમજ આરોગ્ય વિભાગ મહેસાણા દ્વારા કરાયેલ વ્યસ્થાઓ બેડ, ઓક્સિજન પ્લાન્ટ,કોન્સન્ટ્રેટર સહિતની સુવિધાની ચકાસણી કરેલ તેમજ તે અંગે જરૂરી સુચનો આપવામાં આવેલ તેમજ અધીકારીઓ તેમજ આરોગ્ય સ્ટાફ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.

You missed