હાલ કડકડતી ઠંડી પડી રહી છે.આવા વખતે ગરમાં ગરમ કંઈક ખાવા મળી જાય તો મજા પડી જતી હોય છે.ખાસ કરીને માવા અને દૂધ માંથી બનાવેલી વસ્તુઓ ખુબજ ફાયદાકારક માનવામાં આવતી હોય છે.વડોદરામાં પણ એક એવી વાનગી બને છે.જે સૌ કોઈને પોતાના તરફ આકર્ષી જાય છે.
અહીં વાત થઇ રહી છે
.જુગાભાઈ ની રબડી વિશે તેમની વાત ખૂબ જ અદભુત છે.તેની દુકાનની વાનગી ખાવી એટલે જન્નત મળી જાય તેવો અનુભવ કેટલાક લોકો માની રહ્યા છે.એકવાર અહીં કઢાઈ દૂધ અને રબડી પીધી હોય તો તેનો સ્વાદ ક્યારેય ભૂલી ન શકાય તેવું લોકો માની રહ્યા છે.
તેઓ 100 લીટર જેટલું દૂધ દરરોજ વાપરીને દૂધ અને 300 જેટલા કપ રબડી બનાવે છે.વહેલી સવારથી જ તેમનો ધંધો શરુ થઇ જાય છે અને સાંજના સમયે માવો રબડી પણ લોકોને પીવડાવે છે.જેથી કઢાઈ દૂધ તો લોકોને ખૂબ જ મજા પડી જાય છે
તેમના દાદા પણ પીવડાવતા હોય છે.જેથી તેમણે પણ આ ધંધો સંભાળી લીધો છે.જેના કારણે ફાયદો મળે છે.
આ ધંધો 50 વર્ષથી ચાલ્યો આવે છે.સુરસાગરના કાંઠે પંડિતજી કઢાઈ દૂધવાળા ઉભા રહે છે.હેલ્દી દૂધ લોકોને પીવડાવે છે.જે લોકોમાં ખુબજ ફેવરિટ છે.