સુરત

વાલીયા તાલુકાના સિલુડી ગામ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર દ્વારા મેસર્સ મેટાબોલ્ટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને લઈ લોક સુનાવણી યોજાઈ
આજ તા. ૨૭ ડિસેમ્બર ના રોજ વાલીયા તાલુકાના સિલુડી ગામ ખાતે સરવે નંબર- ૪૬ ના સ્થળે સવારે ૧૧:૦૦ કલાકે જાહેર લોક સુનાવણી રાખવામાં આવેલ હતી.
વાલીયા તાલુકાના ગામ. સિલુડી તા.વાલીયા જી. ભરૂચ ખાતે સરવે નંબર – ૪૬ માં મેસર્સ મેટાબોલ્ટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા કોમન વેસ્ટ હેઝાર્ડસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કેમિકલ વેસ્ટ સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફેસીલિટી- ૧૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન માટેની પરિયોજના એટલે કે ‘બી’ કેટેગરી પ્રોજેકટ અંતર્ગત લોક સુનાવણી રાખવામાં આવી હતી.
આ આવી રહેલ વાલીયા તાલુકાના ગામ. સિલુડી તા.વાલીયા જી. ભરૂચ ખાતે સરવે નંબર – ૪૬ માં મેસર્સ મેટાબોલ્ટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપની ના પ્રોજેક્ટો ના કારણે અસરગ્રસ્ત થનાર વિસ્તારોની ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટી કમ મંત્રીઓને લેખિતમાં નોટિસ આપવામાં આવી હતી. જેમાં નીચે મુજબની ગ્રામ પંચાયતો નો સમાવેશ કરવામાં આવ્યો હતો. (૧)સિલુડી (૨)ડોડવાડા (૩) ઘોડા (૪) ડુંગરી (૫)વટારિયા (૬) કોંધ (૭)ભાદી (૮)નલધરી (૯)જોલી (૧૦)હીરાપોર (૧૧)મેરા (૧૨)કરા (૧૩)લિમેટ (૧૪)ડણસોલી (૧૫) વાલીયા (૧૬)લુણા (૧૭)(વણસોલી૧૮)ધામરોડ (૧૯)કરસદ (૨૦)નાના બોરસરા તેમજ આ પ્રોજેક્ટ અંતર્ગત અંકલેશ્વર તાલુકાની ગ્રામ પંચાયતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં (૧) સેન્ગપુર (૨)પીપલોદ (૩)જીતાલી (૪)બાકરોલ (૫) કોસમડી (૬)અવાદર પારડી (૭)દિનોદ સહિતની વગેરે વગેરે ગ્રામ પંચાયતો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગતના અસરગ્રસ્ત થનાર ગામોના સરપંચો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મેસર્સ મેટાબોલ્ટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપની નો વિરોધ નોંધાવ્યો હતો. કેમકે આવી કંપનીઓના આવવાથી ત્યાંની ફળદ્રુપ જમીનો ખરાબ થવાની પુરેપુરી સંભાવનાઓ છે અને શુદ્ધ વાતાવરણને પ્રદુષિત થવાની પુરેપુરી શક્યતાઓ છે. તેમજ આવનારી ભાવી પેઢી માટે શ્રાપ સમાન સાબિત થાય એમ છે.
આ મેસર્સ મેટાબોલ્ટ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે બેનરો પર લખાણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

You missed