જૈન જાગૃતિ સેન્ટર પાટણ દ્વારા સમાજલક્ષી રચનાત્મક કાર્યક્રમોની સાથે સાથે સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક તેમજ રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે જૈન જાગૃતિ સેન્ટર પાટણના પ્રમુખ મેહુલ દેવદત જૈન સહિતના સભ્યો દ્વારા રોયલ ફ્રેન્ડ્સ ક્રિકેટ કપ-2022નું ભવ્ય અને સુંદર આયોજન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ્ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું.

પાટણ જૈન જાગૃતિ સેન્ટર આયોજિત રોયલ ફ્રેન્ડ્સ ક્રિકેટ કપમાં જિનાશ ઈલેવન, મંત્ર ઈલેવન અને એસ કે ઈલેવન મળી કુલ ત્રણ ટીમો વચ્ચે 10-10 ઓવરની મેચ રમાઈ હતી. જ્યારે ફાઈનલ મેચ 12 ઓવરની રાખવામાં આવી હતી. જેમાં મંત્ર ઈલેવન ટીમ ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન બનેલી ટીમને જૈન જાગૃતિ સેન્ટર પાટણના પ્રમુખ મેહુલ દેવદ્ત જૈન સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ્હસ્તે વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

પાટણ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આયોજિત રોયલ ફ્રેન્ડસ ક્રિકેટ કપ-2022ના મુખ્ય સ્પોન્સર તરીકે બિરજુ પી.શાહ અને કિશોર ઓ.મહેતાએ સહયોગ આપ્યો હતો. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા પાટણ જૈન જાગૃતિ સેન્ટરના પ્રેસિડેન્ટ મેહુલ દેવદત જૈન, વાઇસ પ્રેસિડેન્ટ વિજય શાહ, સેક્રેટરી કલ્પેશ શાહ, જોઈન્ટ સેક્રેટરી ભદ્રેશ શાહ, ટ્રેઝરર નીરજ શાહ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

You missed