લોકો એકતરફી પ્રેમમાં એટલા આંધળા થઈ જાય છે કે તેઓ સામેની વ્યક્તિનો જીવ લેતા પણ અચકાતા નથી. તેઓનો જુસ્સો એટલો વધારે થઈ જાય છે કે તેઓ એક ક્ષણ માટે પણ વિચારતા નથી કે તેઓ સાચુ કરી રહ્યા છે કે ખોટું. આવો જ એક કિસ્સો છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ 20 વર્ષની છોકરીની 51 વાર સ્ક્રુડ્રાઈવર મારીને નિર્દયતાથી હત્યા કરી દીધી કારણ કે છોકરીએ આરોપી સાથે વાત કરવાની ના પાડી હતી.

શું છે સમગ્ર મામલો 

આ ઘટના સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ (SECL)ની રહેણાંક કોલોનીમાં બની હતી. યુવતી આદિવાસી સમુદાયની હતી, જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે આરોપી શહબાઝ પીડિતાના ઘરે પહોંચ્યો ત્યારે તે તેના ઘરે એકલી હતી. હુમલા દરમિયાન, આરોપીએ છોકરીના ચહેરા પર ઓશીકું રાખ્યું હતું જેથી કોઈ તેની ચીસો સાંભળી ન શકે અને તેને સ્ક્રુડ્રાઈવરથી 51 વાર કર્યા. જ્યારે પીડિતાનો ભાઈ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેની બહેનની લોહીથી લથપથ લાશ જોઈ.

આરોપીએ યુવતીના માતા-પિતાને ધમકી આપી હતી

પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જશપુર જિલ્લાના રહેવાસી આરોપીએ ત્રણ વર્ષ પહેલા પીડિતા સાથે મિત્રતા કરી હતી જ્યારે તે પેસેન્જર બસમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો અને યુવતી તેમાં મુસાફરી કરતી હતી. બાદમાં આરોપી કામ માટે ગુજરાતના અમદાવાદ આવી ગયો હતો અને બંને ફોન પર સંપર્કમાં હતા. અધિકારીએ કહ્યું કે જ્યારે યુવતીએ તેની સાથે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું તો આરોપીએ તેના માતા-પિતાને પણ ધમકી આપી હતી.

ગુજરાતથી ફ્લાઈટ લઈને પહોંચ્યો છત્તીસગઢ 

આરોપી શહબાઝ તેની હત્યા કરવા માટે ગુજરાતથી છત્તીસગઢ પહોંચ્યો. સ્થળ પરથી ગુજરાતની બે દિવસ જૂની ફ્લાઇટની ટિકિટ મળી આવી છે જે શહબાઝ ખાનના નામે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, સ્ક્રુડ્રાઈવરના કારણે થયેલા ઘા બાદ ખૂબ લોહી વહી જવાને કારણે યુવતીનું મૃત્યુ થયું હતું. તેને સ્ક્રુડ્રાઈવર વડે છાતીમાં 34 વાર, પીઠમાં 16 વાર અને બાજુમાં 1 વાર ઘા મારવામાં આવ્યો હતો. હૃદય પાસેનો ઘા વધુ ઊંડો હતો.

પોલીસે જણાવ્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીને શોધવા માટે પોલીસની ચાર ટીમો બનાવવામાં આવી છે.

You missed