અત્યારે કોરોનાની દહેશત વચ્ચે વિદેશથી આવતા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત એક પછી એક વ્યવસ્થા પણ કોરોનાને જોતા કરવામાં આવી રહી છે. સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે અમદાવાદ અરપોર્ટ એરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. વિશેષ ક્ષમતા મુસાફરોની સુવિધામાં પણ વધારો કરશે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરતી નવી સેવાઓ સાથે મુસાફરોના અનુભવને વધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. નવો એરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. આવતા મુસાફરો વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં પણ મદદ કરશે. 2,250 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલ નવા અરાઇવલ હોલના કારણે એરપોર્ટ પર વધુ બે બેલ્ટ ઉમેરાશે.

ડોમેસ્ટીક ટર્મિનલ પર મુસાફરોના પ્રસ્થાન માટે બે નવા બસ બોર્ડિંગ ગેટ ટૂંક સમયમાં કાર્યરત થશે. નવો બોર્ડિંગ ગેટ સુરક્ષા વિસ્તાર વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વધારા સાથે મુસાફરોની આરામ અને સગવડમાં વધારો કરશે. અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ડીસેમ્બર મહિનામાં રોજના 33 હજાર લોકોની આવન જાવન રહે છે. મોટી સંખ્યામાં પેસેન્જરો આવતા તેમની સુવિધામાં પણ વધારો થશે.

You missed