ઓડિયો અને એફોર્ડેબલ સ્માર્ટવોચ નિર્માતા બોલ્ટે દેશમાં નવી સ્માર્ટવોચ રજૂ કરી છે. કંપનીએ તેનું નામ બોલ્ટ રોવર રાખ્યું છે. કંપની તેમાં પ્રીમિયમ ફીચર્સ આપવાનો દાવો કરે છે. તેમાં બ્લૂટૂથ કોલિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. તેમાં 1.3 ઇંચની AMOLED સ્ક્રીન છે.
બોલ્ટ રોવરનું ક્લાસિક વર્ઝન બ્રાઉન લેધર સ્ટ્રેપ સાથે આવે છે. જ્યારે તેની સાથે ઓરેંન્જ પટ્ટો કોઈપણ વધારાના ખર્ચ વિના આપવામાં આવી રહ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે કસ્ટમરને તેની સાથે સારી ક્વોલિટીની ગેરંટી પણ મળશે. આ સિવાય તેમાં ઘણા ફિચર્સ પણ આપવામાં આવી છે.
બોલ્ટ રોવર સ્માર્ટવોચ કિંમત અને ઉપલબ્ધતા
Boult Rover સ્માર્ટવોચ ભારતમાં રૂ 2,999 માં રજૂ કરવામાં આવી છે. તે બે બંડલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેના ક્લાસિક સ્વિચ વર્ઝનમાં પ્રાઇમરી સ્ટ્રેપ સાથે લેધર બ્રાઉનનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જ્યારે ઓરેન્જ સ્ટ્રેપ કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવી રહી છે.
કંપનીએ બીજા વેરિઅન્ટનું નામ Flip રાખ્યું છે. આમાં બ્લેક કલર્સ પ્રાઇમરી સ્ટ્રેપ કલર તરીકે રાખવામાં આવ્યો છે જ્યારે ગ્રીન અને બ્લુ સ્ટ્રેપ કોઈપણ વધારાના ખર્ચ વિના આપવામાં આવી રહ્યો છે.
બોલ્ટ રોવર સ્માર્ટવોચની ખાસિયત
બોલ્ટ રોવર સ્માર્ટવોચમાં 1.3 ઇંચની AMOLED સ્ક્રીન છે. તેમાં 600 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ આપવામાં આવી છે. આમાં બ્લૂટૂથ કોલિંગ ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. આ વોચમાં 150 ક્લાઉડ વોચ ફેસ છે. આને કારણે, યુઝર્સ પાસે વિશાળ સીરીઝ છે.
ફિટનેસ અને એક્ટિવિટીની વાત કરીએ તો આ વોચમાં 100 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે તેની બેટરી 10 દિવસ સુધી ચાલે છે. કંપનીએ વધુમાં કહ્યું કે તેને વોટર અને ડસ્ટ રસિસ્ટન્સ માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે.