ફેસબુકની માલિકીની દિગ્ગજ ટેક કંપની મેટા માટે આ વર્ષનો ગાળો ખૂબ મુશ્કેલભરેલો રહ્યો છે. આનું કારણ તેના પોતાના દ્વારા લેવામાં આવેલા નિર્ણય છે. મેટા હરીફ કંપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિટોકને ભવિષ્ય માટે ખતરા તરીકે ગણે છે. તેને ધ્યાનમાં લઇને પોતાની યોજનાઓ બનાવી છે. ઇંસ્ટાગ્રામ પર રિકમંડેશનવાળા કન્ટેન્ટને બેગણા કરવા અને મેટાવર્સ બનાવવાના પ્રયાસને આ દિશામાં જ પહેલ તરીકે ગણવામાં આવે છે.

પહેલો- ફેબ્રુઆરીમાં મેટાને એક જ દિવસમાં રૂ. 19.5 લાખ કરોડનું નુક્સાન થયું હતું, જે અમેરિકામાં એક દિવસમાં થયેલું સૌથી મોટુ નુકસાન છે. એ પછી પણ કંપની ઝકરબર્ગને ખુશ કરવાના મોડલ પર કામ કરતી રહી અને મેટાવર્સ પર ધ્યાન આપ્યું.

બીજો- જૂનમાં 14 વર્ષ કામ કર્યા બાદ સીઓઓ શેરિલ સેન્ડબર્ગે કંપની છોડી દીધી. તેમણે મેટાને જાહેરખબર બિઝનેસમાં લાભ કરતી કંપની બનાવી હતી. તેમના પછી ઝકરબર્ગને મેટાવર્સમાં પૈસા લગાવતા રોતું કોઈના બચ્યું.

ત્રીજો- ટિકટોક સાથે સ્પર્ધામાં આગળ નીકળવા ક્વાર્ટર બેમાં ઇન્સ્ટાગ્રામ પર રેકમન્ડેડ કન્ટેન્ટને ડબલ કરવાની જાહેરાત કરી. આશા હતી કે એપનો ઉપયોગ વધશે, પરંતુ યુઝર્સે તેને ટિકટોકની કોપી ગણી.

ચોથો- ઓગસ્ટમાં મેટાએ એઆઇ ચેટબોટ બ્લેન્ડરબોટ 3ની શરૂઆત કરી હતી, જેનો હેતુ વિવિધતામાં એક વ્યાપક દૃષ્ટિકોણ સાથે આગળ વધવાનો હતો. જો કે છ જાન્યુઆરીએ તે એન્ટિ સેમિટિક.

પાંચમો – મેટાવર્સ બનાવવાની ઇચ્છામાં ફેસબુકનું નામ મેટા કરાયું. ઓગસ્ટમાં હોરાઇઝન વર્લ્ડ શરૂ થઈ, જેમાં અવતારની કમરની નીચેનો ભાગ ગાયબ હતો. વર્લ્ડને યુઝરોની ટીકાનો સામનો કરવો પડ્યો. સાબિત થયો હતો.

છઠ્ઠો- ઝકરબર્ગે હોરાઇઝનમાં અવતારમાં પગ જોડાવ્યા. થોડો સમય દેખાવ સારો રહ્યો. બાદમાં એક વીડિયો એડિટરે કહ્યું કે મેટાએ આ મોશન કેપ્ચર ટેકનિકથી હાંસલ કર્યા હતા, જેનાથી ડેમો ફેઇલ થયો હતો.

You missed