ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાત ના પ્રભારી આદરણીય પ્રદીપસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ના પાંચે વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ના ભવ્ય વિજય મેળવનાર તેમજ ગુજરાત સરકાર માં સતત બીજી વખત નાણાં, ઉર્જા, પેટ્રોલમિકલ્સ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે પારડીના આદરણીય ધારાસભ્ય કનુભાઈ દેસાઈને પદભાર મળતા તમામ ધારાસભ્યનો સન્માન તેમજ કાર્યકર્તાઓ મતદારોનો ઋણસ્વીકાર કાર્યક્રમ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના “મન કી બાત” અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન આદરણીય સ્વ. અટલ બિહારી વાજપાઈ ની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ શ્રી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ પારડી ખાતે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત સરકાર ના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શિતલબેન સોની ની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટય કરી,સ્વ.અટલબિહારી વાજપાઈ ને પુષ્પાંજલિ અર્પણ કરી “સુશાસન દિવસ” ની ઉજવણી કરાઈ હતી તેમજ દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી “મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો, આ તબક્કે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રધેય ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતી નિમિત્તે પ્રદેશ મંત્રી તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી શ્રીમતી શીતલબેન સોનીએ તેમના જીવન ચરિત્ર અંગે ઉપસ્થિત સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, આ સાથે જ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય દેશના ગૃહરાજ્ય અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સી.આર પાટીલ, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન બદલ, અને ઉપસ્થિત સર્વે કાર્યકર મિત્રોનો,મતદારોનો, હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ આવનારી 2024 ની લોકસભાની ચૂંટણીમાં ત્યારથી જ કામે લાગી જવા આહવાન કર્યું હતું આ સાથે જ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલે પણ ઉપસ્થિત કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડ વિધાનસભા ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમના વક્તવ્ય માં સર્વે કાર્યકર્તાઓનો તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં પારડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાણા ઊર્જા અને પેટ્રીકોકેમિકલ્સ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી કનુભાઈ દેસાઈએ આ તબક્કે સર્વ કાર્યકર મિત્રો, મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી લોકસભાની ચૂંટણીઓ અન્વયે સંગઠનની સૂચના મુજબ કામે લાગી જવા સૂચના આપી હતી તેમજ સૌ સાથે મળીને વલસાડ જિલ્લાનો હરણફાળ વિકાસ કેવી રીતે કરી શકાય એ દિશામાં સુચારુ રૂપે કામગીરી કરવા સૂચનો કર્યા હતા કાર્યક્રમમાં વલસાડ ના સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ કમલેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જીતેશભાઈ પટેલ, નિખિલભાઇ ચોકસી શ્રીમતી જીગીતસાબેન પટેલ, રાજનારાયણ તિવારી, જિલ્લા ભાજપ ના હોદેદારો, પારડી તાલુકા પ્રમુખ મહેશભાઈ દેસાઈ,પારડી શહેર પ્રમુખ રાજેશભાઇ પટેલ, જિલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા સોશિયલ મીડીયા કન્વીનર હિતેશ સુરતી,જિલ્લા આઈ.ટી.મીડીયા કન્વીનર ધ્રુવીન પટેલ,ચેતનભાઈ પટેલ, તાલુકા શહેર તેમજ નગરપાલિકા, જિલ્લા,તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા