ઈડરિયા ગઢ પર અ સામજિક તત્વોના અડ્ડા ને લઇ પ્રવાસીઓ અસુરક્ષિત…
ઈડર ગઢ પર રજાઓમાં મોટી સંખ્યામાં ગઢ પર આવતા હોય છે પ્રવાસીઓ…
ઈડર ગઢ પર અને તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા ઉગ્ર માંગ…
જુગાર, દારૂ, અને નસા ખોરીમાં બરબાદ થતી યુવા પેઢીને બચાવો પોલીસ…
ઈડર ગઢ પર ચાલતા નસા ખોરી વ્યસનો સામે લાલ આંખ કરવાં ઉંગ્ર માંગ…
દેશ વિદેશમાં વખણાતો ઇડરિયો ગઢ આજે એ સામાજિક તત્વોથી ધેરાઇ ચુક્યો છે. ત્યારે રજાના દિવસોમાં આવતાં પર્યટકો પોતે અસુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે ઈડર ગઢ પર અને તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે…
ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓને લુખ્ખાતત્વોનો ભય સતાવી રહ્યો છે. જ્યારે સલામત ગુજરાતની વાત કરતા હોય ત્યારે ઈડરિયા ગઢ ઉપર આવતા પ્રવાસીઓ પોતાને અસલામત હોવાનું મહેસૂસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાત કરીએ દેશ વિદેશમાં વખણાતો ઈડરિયા ગઢની આ ગઢને નિહાળવા માટે હજારોની સંખ્યામાં બહારથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતાં હોય છે. રજાઓ દરમીયાન અને જેમાં ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસોમાં પ્રવાસીઓ ઈડરિયા ગઢની મુલાકાત લેતા હોય છે. પરંતુ અહી આવતા કેટલાક પ્રવાસીઓનું કહેવું છે કે ગઢ ઉપર કેટલાક લુખ્ખાતત્વોએ અડ્ડો બનાવી દીધો હોવાથી પોતે અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. અને કેટલીક વખત તો આ લુખ્ખાતત્વોની ગેંગ એકલી આવતી જતી મહિલાઓને જોઈને પોતાની હલકી માનસિકતાની હદો પણ વટાવતા હોય છે…
ત્યારે જો ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં પણ લુખ્ખાતત્વો દ્વારા પ્રવાસીઓના વાહનોના કાચ તોડી નાંખવાના બનાવો સામે આવ્યા હતા. ત્યારે ઈડરિયા ગઢ પર મોબાઈલ ફોન નાં નેટવર્ક પણ ઓછા આવે છે. ત્યારે અસામાજિક તત્ત્વો દ્વારા જૉ કોઈની સાથે ગેરવર્તન અથવા કોઈપણ પ્રકારની ઘટના બને તો પોલીસનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહે છે. તેણે લઇ ગઢ પર અને ગઢ તળેટી પાસે પોલીસ પોઇન્ટ મૂકવા માટે ઉગ્ર માંગ ઉઠવા પામી છે. પરંતુ ગઢ ઉપર આવતા લોકો સુરક્ષિત રીતે હરીફરી શકે તે માટે અહી જો તંત્ર દ્વારા પોલીસ ચોકી કે પછી પોલીસ પોઈન્ટ મૂકવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું…

You missed