સોની અને હોન્ડાએ સાથે મળીને કાર બનાવવા માટે તાજેતરમાં પાર્ટનરશીપ કરી છે. સોની હોન્ડા મોબિલિટી (SHM) એ ઓફિશિયલ રીતે કન્ફોર્મ કર્યું છે કે તે લાસ વેગાસમાં વાર્ષિક કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES)માં 4 જાન્યુઆરીએ તેનું નવું ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) રજૂ કરશે. સોનીએ આ જાહેરાત સાથે એક ટીઝર ઈમેજ બહાર પાડી છે. જો કે, આ ટીઝર ઇમેજ મોડેલની સ્પષ્ટ ઝલક આપતું નથી.
કાર હશે અનેક શાનદાર ફીચર્સથી સજ્જ
આ ઈલેક્ટ્રિક કાર વિશે ઘણી વિગતોની કન્ફોર્મ થવાની બાકી છે. જોકે સોની હોન્ડા મોબિલિટીએ ચોક્કસપણે સંકેત આપ્યો છે કે આ કાર ઘણી શાનદાર ફિચર્સથી સજ્જ હશે. કારના ઈન્ફોટેનમેન્ટમાં પ્લેસ્ટેશન 5નું વેરિઅન્ટ સામેલ હોઈ શકે છે. અહેવાલો મુજબ સોની હોન્ડા મોબિલિટી તરફથી આવનારી EV પ્રીમિયમ EV સેગમેન્ટમાં રજૂ કરવામાં આવશે, જેનો અર્થ છે કે તે બરાબર પોસાય તેમ નથી, પરંતુ સોની હોન્ડા મોબિલિટીની પ્રોડક્ટ્સ લક્ઝરી કાર બ્રાન્ડ્સ કરતાં સસ્તી હોઈ શકે છે.
સોની ઈવીમાં હશે ખાસ સોફ્ટવેર સિસ્ટમ
તમને જણાવી દઈએ કે સોનીને ઈવીની અંદર સોફ્ટવેર સિસ્ટમ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. સોની ક્લાઉડ-આધારિત સર્વિસ અને ઇન-કેબિન એન્ટરટેનમેન્ટ ઓપ્શન માટે જવાબદાર રહેશે. હોન્ડા સોની સાથેના સંયુક્ત સાહસમાં તેની વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ઇન્ટેલિજન્સ અને એન્જિનિયરિંગ ક્ષમતાઓનું યોગદાન આપશે. આફ્ટર સેલ્સ સપોર્ટ માટે હોન્ડા કે સોની હોન્ડા મોબિલિટી (SHM) જવાબદાર હશે કે કેમ તે હજુ ક્લીયર નથી. સોની હોન્ડા મોબિલિટીએ જાહેરાત કરી છે કે સંયુક્ત સાહસ દ્વારા ઉત્પાદિત પહેલી કાર માટે પ્રી-ઓર્ડર 2025ના પહેલા ભાગમાં ઉપલબ્ધ થશે.