ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તુનીષા શર્માના નિધનથી બધાને મોટો આઘાત લાગ્યો છે. જણાવી દઈએ કે તુનિષા શર્મા સીરિયલનું શૂટિંગ કરી રહી હતી, જ્યાં તેની ડેડ બોડી બાથરૂમમાં લટકતી મળી આવી હતી. તુનિષાની માતાએ કો-સ્ટાર શીઝાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેના પછી મુંબઈની વાલીવ પોલીસે અભિનેત્રી તુનિષા શર્માના કો-સ્ટાર શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધીને ધરપકડ કરી હતી. પોલીસે આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
તુનિષા શર્માએ વર્ષ 2021માં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઈન્ટરનેટ વાલા લવ’ શો શરૂ થયા પહેલા મને એન્કઝાઈતીની સમસ્યા હતી, હું ખૂબ જ લો ફિલ કરતી હતી. મેં ખૂબ જ નાની ઉંમરે મારા પિતાને ગુમાવ્યા અને નાની ઉંમરથી જ મેં કામ કરવાનું શરૂ કર્યું. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે પિતરાઈ બહેનના મૃત્યુથી તે સંપૂર્ણપણે ભાવનાત્મક રીતે ભાંગી ગઈ હતી, ત્યારબાદ તેણે ડૉક્ટરનો સંપર્ક પણ કર્યો હતો. તુનિષાના કેસમાં પોલીસ હત્યા અને આત્મહત્યા બંનેના એંગલથી તેની તપાસ કરશે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.
તુનિષા શર્માએ વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ફિતૂર’માં કેટરિના કૈફના બાળપણનો રોલ કર્યો હતો. ‘ફિતૂર’ સિવાય તે ‘બાર બાર દેખો’, ’કહાની 2′, ‘દબંગ 3’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તુનિષા શર્માએ સીરિયલ ‘શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંહ’માં મહેતાબ કૌરની ભૂમિકા ભજવી હતી. હાલમાં તે કલર્સ ટીવીના ઈન્ટરનેટ વાલા લવમાં આધ્યા વર્માનું પાત્ર ભજવી રહી છે.