મહેસાણા રેલ્વ પોલિસ સ્ટેશનના ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતી પાટણ જીલ્લાની ચાણસ્મા પોલીસ આઇ.જી.પી જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પાટણ પોલિસ અધિક્ષક વિજય પટેલ પાટણનાઓએ નાશતા – ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના આધારે તેમજ રાધનપુર નાયબ પોલિસ અધિક્ષક ડી.ડી.ચૌધરી રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગઇ કાલ તા .૨૪ / ૧૨ / ૨૦૨૨ ના રોજ ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સટેબલ ચેનુજી નાગજીજી તથા પોલિસ કોસ્ટેબલ પ્રવિણજી ગુલાજી નાઓની બાતમી હકીકત આધારે રેલ્વે સુરક્ષા બલ મહેસાણા પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૦૫ / ૨૦૨૨ આર.પી ( યુ.પી ) એક્ટ .૦૩ મુજબના કામનો આરોપી વાધરી ( દેવીપુજક ) અરુણભાઇ રામુભાઇ કાન્તીભાઇ ઉ.વ .૨૮ રહે.મેરવાડા , વાઘરી વાસ તા . ચાણસ્મા જી.પાટણ વાળાને ચાણસ્મા વડાવલી ત્રણ રસ્તા ખાતે સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) આઇ મુજબ અટક કરી રેલ્વે સુરક્ષા બલ મહેસાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા આવેલ છે . પકડાયેલ આરોપીઓનુ નામ – સરનામુ : ( ૧ ) વાધરી ( દેવીપુજક ) અરુણભાઇ રામુભાઇ કાન્તીભાઇ ઉ.વ .૨૮ રહે.મેરવાડા , વાઘરી વાસ તા.ચાણસ્મા જી.પાટણ