રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે વસવાટ કરતા ખેડૂત રમેશભાઈ લાલજીભાઈ ઘેલાણી છેલ્લા 6 વર્ષથી લીંબુની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને હાલ તેને 12 વીઘામાં લીંબુ પાકનો બગીચો છે. અત્યારે વધુ લીંબુના પાકની ઉપજ થતા પૂરતા ભાવ ન મળવાનું જોખમ જણાતા તેને બાગાયત વિભાગના અધિકારી અસિત ટાંકને જાણ કરી હતી. જેને ખેડૂતના ખેતરે જઈને ઉદ્યોગલક્ષી તાલીમ આપી હતી.આ તાલીમ મળતા ખેડૂતે હવે નિકાસ કરવાની તૈયારી બતાવી છે.વિભાગના બાગાયત અધિકારીએ લીંબુના મૂલ્યવર્ધન ઉપયોગ વિશે માહિતી આપી,વ્યાપાર કરવાનું સૂચન અને લીંબુ અને આદુનો ઉપયોગ કરી સરબત બનાવવાની તાલીમ આપી હતી. વધુ વિગત આપતા બાગાયત મદદનીશ હરેશભાઈહેલૈયા જણાવે કે, હાલ લીંબુનો પાક વધુ થતા તેનો યોગ્ય ઉપયોગ થવો જરૂરી છે. જેથી લીંબુનો બગાડ પણ અટકાવી શકાય અને હાલના વાતાવરણમાં લીંબુ અને આદુનો મિશ્રણ કરી સરબત બનાવી શકાય છે.ખેડૂતને તાલીમ મળ્યા બાદ તેનો અમલ પણ કરી દીધો છે અને તેઓ પરિવાર સાથે લીંબુ અને આદુને પાણીમાં મિશ્રણ કરી સરબત અને લીંબુનું અથાણુ પણ તૈયાર કરવા લાગ્યા છે. જેથી તેમની આવકમાં પણ વધારો થશે અને વધુ લીંબુની ઉપજ થતા બગાડ પણ અટકાવી શકાશે ગલ્ફના દેશોમાં માંસાહારી આહાર લેતા વધુ લોકો વસવાટ કરે છે. જે લોકો પોતાની વાનગીમાં લીંબુને ડ્રાય (સુકવણી) કરી તેનો ઉપયોગ આહારની બનાવટમાં કરતા હોય છે. જેને ડ્રાય કરવાની મશીનરીનો મોટાપાયે ઉદ્યોગ હૈદરાબાદમાં થાય છે તે સિવાય પણ લીંબુ સરબત બનાવી બજારમાં વેચવા માટેની સલાહ આપી હતી.

You missed