સુરત રેલવે સ્ટેશન પર એક એવી ઘટના બની કે જેમાં એક યુવક ટ્રેનમાં ફસાઈ જાય છે કારણ કે યુવક ચાલતી ટ્રેનમાં ઉપર ચડવા માટે જઈ રહ્યો છે.જોકે તે દરમિયાન બેલેન્સ બગડે છે અને યુવક પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જાય છે.જોકે સ્થાનિક રેલવે પોલીસ આરપીએફના જવાન દ્વારા તેને બચાવી લેવામાં આવે છે.
અનેક વખત કિસ્સા
ઓ સામે આવતા હોય છે.તેમ છતાં પણ લોકો ઉતાવળ કરી બેસે છે અને જેને લઈને અનેક વખત તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે.તેવામાં યુવક ચાલતી ટ્રેનમાં ચડવા જાય છે અને ત્યાર બાદ ફસાઈ જાય છે અને તેને જોઈ જતા તુરંત જ આરપીએફનો જવાન દોડી જાય છે અને યુવકનો જીવ બચાવી લે છે.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઇ છે.જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે યુવાનને મહા મુશ્કેલીથી બહાર કાઢવામાં આવે છે.આ ઉપરાંત ટ્રેન જઈ રહી હોય અને આરપીએફના જવાન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા હોય તેટલું જ નહિ ટ્રેન રોકવાનો આદેશ કરવાથી યુવાનને ગંભીર ઈજા થતા બચી જવાય છે તે પણ જોવા મળે છે.