જૂનાગઢમાં ફરી એક વાર દીપડાનો આતંક સામે આવ્યો છે અહીંના સોનરડી ગામે એક બાળકીને દાદાના હાથમાંથી ઉઠાવી જઈને મોતને ઘાટ ઉતારી દીધી હતી.દાદા બુમા બમ કરતા રહ્યા અને દીપડોએ બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ બનાવની જાણ કરતા આસપાસના ગામ લોકો પણ દોડી આવ્યા હતા.જોકે દીપડાના આંતકથી બાળકીને બચાવી શક્યા ન હતા.
આ બનાવ સોનરડી પ્લોટ વિસ્તારમાં બની હતી અને આ હુમલાને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો.અહીં દાદાને ધ્યાનની બહાર જ અચાનકજ દીપડો છલાંગ લગાવીને આવી દાદાના હાથમાંથી બાળકીને ઝૂંટવીને નાસી છૂટ્યો હતો.દાદાએ બુમા બમ કરી પરંતુ આ તો દીપડો હતો જેથી દાદાનું પણ કાંઈ ચાલ્યું ન હતું.
આ બાળકી દીપડાના હુમલાને કારણે મોતને ભેટી હતી અને તેના મૃતદહેને તાત્કાલિક ધોરણે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને લઈને મળતી માહિતી પ્રમાણે,દાદા અને બાળકીને હાથમાં લઈને ચાલતા જતા હતા તે દરમિયાન અચાનકજ બાવળની કાંટમાંથી દીપડો આવી ચડ્યો હતો અને બાળકીને ઝૂંટવીને ભાગ્યો હતો.આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બુમાબુમ કરી હતી જોકે આ હુમલાને કારણે બાળકીનું મોત થઇ ચૂક્યું હતું.