પાટણ જીલ્લાની સિદ્વપુર સિવિલ હોસ્પિટલમાં 180 ઓક્સિજન બેડ અને 20 આઇસીયૂ બેડ તૈયાર કરાયા ગુજરાતમા કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થવાની શક્યતાઓ વચ્ચે પાટણ જીલ્લાની સિદ્ધપુર સિવિલ હોસ્પિટલે પુર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ રેખાબેન એ જણાવ્યુ હતુ કે આગામી સમય મા કોરોના ની ત્રીજી લહેર ને પહોચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં 200 બેડ ની વ્યવસ્થા કરવામા આવી છે જેમા 180 બેડ ઓક્સિજન ના અને 20 બેડ આઇસીયુ ના તેમજ ઓક્સિજન સિલિન્ડર ની પુરતા પ્રમાણમાં સંપુર્ણ વ્યવસ્થાઓ ઊભી કરવામા આવી છે . આ ઉપરાંત દર્દીઓ માટે વેન્ટિલેટર , હોસ્પિટલ ના ફિઝીશિયન , મેડીકલ ઓફિસર , એક્સ રે , લેબોરેટરી સ્ટાફ થી લઇને નર્સિંગ સ્ટાફ સુધી 24 કલાક સારવાર માટે હાજર રહેશે ગુજરાત માં કોરાના પ્રથમ અને બીજી લહેર માં પાટણ જીલ્લામાં હાહા કાર મચાવીયો હતો અને તયારે એ સમય પાસો ન આવે તેના ભાગ રૂપે પાટણ જીલ્લાની સિદ્વપુર સિવિલ હોસ્પિટલમાં 180 ઓક્સિજન બેડ અને 20 આઇસીયૂ બેડ તૈયાર કરવામાં આવ્યા છે

You missed