જુનાગઢ જિલ્લાના કેશોદ પાસે મઢડા ગામમાં માં સોનલનું મંદિર આવેલ છે માતાજીની ઉંમર માત્ર 30 વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું હતું સાડા ત્રણ પાળા ની આખી ચારણ જ્ઞાતિ ઉમટી પડી હતી હકડેઠઠ મેદની ભરાણી દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા એ અધિવેશનમાં આઈ સોનબાઈએ જે ગર્જના કરી જે વચનો કહ્યા એ કહેવાની એ વખતમાં કોઈની તાકાત નહોતી માતાજી એ ચારણોને ઢંઢોળ્યા: તો નહીં ધૂળવાનું મૂકી દો ચારણ હોય એ ધુણે નહીં જનાવરના લોહી પીવા એ આપણો ધર્મ નથી દારૂ ત્યાગો માસ મદિરા છોડો આ બધું અસરો માટે છે આપણે સંસ્કારી પ્રજા છીએ આપણે માટે આ યોગ્ય નથી ખોટા ભુવા ભરાડીમાં માનવાનું કે એવા થવાનું બંધ કરો પરમશક્તિમાં શ્રદ્ધા રાખો નીડર બનો અને પુરુષાર્થ કરો કમાણી કરો અને સમૃદ્ધ બનો ચારણ તો પોતાના આપ બળે આગળ આવે આ ઉદગારો સંમેલનમાં હાજર સર્વે દેવી પુત્રોને સજાગ કરી ગયા હતા આમ એ સમયમાં અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે માં સોનલે હાકલ કરી હતી.