ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલની જીવન ચરિત્ર ભાગ 2 પુસ્તકનું વિમોચન પ્રથમ ભાગનું CM ના હસ્તે અગાઉ કરાયું હતું વિમોચન હવે ભાગ 2 નું સિનિયર સિટીઝનો ના હસ્તે કરાયું વિમોચન જીતુભાઇ પટેલ દ્વારા પર્યાવરણ જાગૃતી માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત ગ્રીન એમ્બેસેડર નો અપાયો છે ખિતાબ 92 વર્ષના વૃદ્ધો પણ 30 વર્ષ નાના જીતુભાઇ પટેલ માંથી લઈ રહ્યા છે પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમના હસ્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જીવન અંગેના પુસ્તકનું વિમોચન કરાયું હતું. જેના ભાગ 2 નું વિમોચન હવે સદગાઈ થી વૃદ્ધ વડીલોના હસ્તે વિસનગર ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલની જીવન ચરિત્ર ભાગ 2 પુસ્તકનું કોઈ નેતા નહિ પણ વયોવૃધ્ધોના હસ્તે વિમોચન કરીને ફરીથી લોકોને પ્રેરણા આપી રહ્યા છે. વિસનગરના રોટરી ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રેરણા ભાગ 2 નું સિનિયર સિટીઝનો ના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે , જીતુભાઇ પટેલને પર્યાવરણ જાગૃતી માટે નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત ગ્રીન એમ્બેસેડર નો ખિતાબ અપાયેલો છે. જેમના જીવન ચરિત્ર થી તેમનાથી 30 – 30 વર્ષ મોટા વૃદ્ધો પણ જીતુભાઇ પટેલ માંથી પ્રેરણા લઈ રહ્યા છે.