અમરેલીમાં પત્નીએ ભરણપોષણનો કેસ પાછો ખેંચવાની ના પાડતાં પતિએ ફડાકા ઝીંક્યા પતિ-પત્ની વચ્ચે સંસારિક જીવનમાં ક્યારેક અણબનાવ થતાં હોય છે. ઘણી વખત આ અણબનાવ કોર્ટ સુધી પહોંચતો હોય છે. અમરેલી શહેરમાં પણ આવું જ થયું હતું . પત્નીએ પતિ સામે ભરણપોષણની ફરિયાદ નોંધાવી હતી. પતિએ પત્નીને ફરિયાદ પાછી ખેંચવા કહ્યું હતું.જોકે પત્નીએ ના પાડતાં તેને ફડાકા ઝીંકી મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ સંદર્ભે પ્રિયાબેન માધવાણી (ઉ.વ.૩૭)એ લીલીયામાં રહેતા પતિ હાર્દિકભાઈ વિનુભાઈ માધવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, અમરેલી માર્કેટિંગ યાર્ડ પાસે પતિએ તેમને કહ્યું કે, તે મારા વિરુદ્ધ ભરણપોષણની ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લે. જેથી તેમણે કેસ પાછો ખેંચવાની ના પાડતા ગાલ ઉપર આડેધડ ફડાકા મારી ડાબા હાથની હથેળીએ બટકું ભરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.અમરેલીમાં પત્નીએ ભરણપોષણનો કેસ પાછો ખેંચવાની ના પાડતાં પતિએ ફડાકા ઝીંકી મારી નાંખવાની ધમકી આપી હતી.