વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના સાજીયાવદરથી મેડી સુધીના રોડનું ખાતમુર્હૂત સંપન્ન
—
અંદાજિત ૧.૫૦ કરોડ રુપિયાના ખર્ચે ૫.૪ કિમી માર્ગનું નિર્માણ થશે
આજરોજ અમરેલી જિલ્લાના સાજીયાવદર ગામ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે સાજીયાવદરથી મેડી ગામ સુધીના રોડનું ખાતમુહૂર્ત કાર્ય સંપન્ન થયું હતું. અંદાજિત ૧.૫ કરોડ રુપિયાના ખર્ચે સાજીયાવદરથી મેડી ગામ સુધીના ૫.૪ કિ.મી. માર્ગનું નિર્માણ થતાં ગ્રામજનો માટેની સુવિધા અને સુખાકારીમાં ઉમેરો થશે. આ ખાતમુર્હૂત કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાનું સાજીયાવદર ગ્રામ પંચાયત અને સામજિક અગ્રણીશ્રીઓએ ફુલહારથી સ્વાગત કર્યુ હતુ. રાજ્ય સરકાર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યો ઝડપથી આગળ વધે તે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બાકી હોય તેવા વિકાસ કામોને રાજ્ય સરકાર દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજના ખાતમુર્હૂત કાર્યક્રમમાં વ્યક્ત કર્યો હતો. આજના કાર્યક્રમ પ્રસંગે સાજીયાવદર ગ્રામ પંચાયત સરપંચશ્રી સહિતના સદસ્યશ્રીઓ ઉપરાંત ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ નાયબ મુખ્ય દંડકશ્રીને કેનાલ, રોડ-રસ્તા સહિતના વિકાસકાર્યોની રજૂઆત કરી હતી જેનો સત્વરે નિકાલ લાવવા માટે ખૂટતું કરવા માટે નાયબ મુખ્ય દંડકશ્રીએ બાંહેધરી આપી હતી